13.6 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
Breaking Newsગુજરાતદેશ

રાજ્યમાં માત્ર ૫ જગ્યાએ ૪૧૩૦ ખોટી લગ્ન નોધણી થઈ હોવાનો SPG નો દાવો

  • દીકરીના ગામમાં જ લગ્નની નોંધણી થાય તેવો કાયદામાં સુધારો કરવા SPG ની માંગ
  • SPG ના અધ્યક્ષ લાલજી પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી જાહેર કરાઈ
  • દીકરીનું જે ગામ હોય ત્યાં જ લગ્ન નોધણી થવી જાેઈએ જેથી સાચા પ્રેમ લગ્ન કરનારની આઝાદી છીનવાય નહિ અને ખોટું કરનાર રેકેટ ચલાવનારને ફાવે નહિ
  • આણંદ ના રેલ, વલ્લી, ખાખસર, જીનજ ગામમાં ૫ વર્ષમાં ૧૮૦૨ લગ્ન નોધણી એક જ અધિકારીએ કર્યા
  • પોલીસ વેરિફિકેશન જરૂર જણાય કરવાનું હોય છે તે ફરજિયાત કરવું જાેઈએ
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
મહેસાણાSPG એ ખોટી રીતે લગ્ન નોધણીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. SPG લાલજી પટેલ દ્વારા પ્રેસ કરી માહિતી જાહેર કરાઈ જેમાં રાજ્યમાં માત્ર ૫ જગ્યાએ ૪૧૩૦ ખોટી લગ્ન નોધણી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં આણંદ,બનાસકાંઠા, અમરેલી,ખેડા જિલ્લામાં વધુ લગ્ન નોધણી થયા હોવાનું જણાવ્યું હતું. બનાસકાંઠાના સમોનાના ગામમાં એક વર્ષમાં ૧૫૯ લગ્ન નોધણી થઈ, બનાસકાંઠાના બાલુન્દ્રામાં ૩મહિનામાં ૭૦ લગ્ન નોધણી થઈ ,અમરેલીના વડીયા માં ૩ વર્ષમાં ૧૬૩૯ લગ્ન નોધણી થઈ ખેડા ના લસુન્દ્રામાં બે વર્ષ માં ૪૬૦ લગ્ન નોધણી થઈ આણંદ ના રેલ,વલ્લી, ખાખસર, જીનજ ગામમાં ૫ વર્ષમાં ૧૮૦૨ લગ્ન નોધણી એક જ અધિકારી એ કર્યા હોવાનું જણાવ્યું હતું.
આણંદના રેલ ગામમાં ૧૧૦૦ ની વસ્તી છે અને ૧૨૦૦ લગ્ન નોધણી થઈ છે તેમજ લગ્ન વિધિ થઈ જ ના હોય અને લગ્નનું સર્ટિ ખોટી રીતે અપાયા હોય અધૂરા અને બનાવતી દસ્તાવેજાે સામેલ જાેવા મળ્યાનો દાવો કર્યો હતો. જે સ્થળનો લગ્ન સ્થળ તરીકે દર્શાવ્યું હોય ત્યાં હકીકતમાં લગ્ન વિધિ થઈ જ ના હોય તેમજ છેવાડાનું નાનું ગામ હોય, પ્રખ્યાત મંદિર ના હોય, ગામ ખેડાનું જૂનું મંદિર હોય તેવી જગ્યાએ લગ્ન કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું.આવી જગ્યાએ રાજ્ય બહારના લોકો આવીને લગ્ન કરે છે એક જ સાક્ષી કે લગ્ન કરાવનાર એક થી વધુ લગ્નમાં સાક્ષી બન્યા હોય છે બ્રાહ્મણ સિવાય પણ કેટલાક લોકો લગ્ન કરાવી દે છે ર
જિસ્ટ્રાર જાેડે લગ્ન નોધણી દસ્તાવેજાે ની ખરાઈ કરવી ફરજિયાત છતાં ખરાઈ કરાતી નથી તેવું SPG એ જણાવ્યું હતું.
મહેસાણા એસ.પી.જી અધ્યક્ષ લાલજી પટેલે પ્રેસ યોજી જણાવ્યું હતું કે એસ.પી.જી દ્વારા જે ખોટા લગ્ન નોંધણી થયા છે એ ફક્ત છ જગ્યાના ૪૧૩૦ ખોટા લગ્ન નોંધણી ના આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં આવા કેટલા ખોટા લગ્ન નોંધણી થતા હશે એનો એસ.પી.જી પર્દાફાશ કરશે.બનાસકાંઠાના એક જગ્યા પર ૧૫૯ અને અન્ય જગ્યા પર ૭૦ અમરેલી જિલ્લામાં ૧૬૩૯, ખેડામાં ૪૬૦, આણંદમાં ૧૮૦૨ એમ મળી ૪૧૩૦ ખોટા લગ્ન આ જગ્યા પર નોંધાયા છે.અને એસ.પી.જી દ્વારા આ તપાસ કરવામાં આવી જેમાં ખોટા સર્ટી આધારે નોંધણી કરવામાં આવી છે. સરકાર ને એટલું કહેવું છે કે છ જગ્યા પર આટલા આંકડા સામે આવ્યા છે તો સમગ્ર ગુજરાતમા કેટલા હશે અને આ ખોટા અંકડામાં માતા પિતા ને ચિંતા વધારતા આંકડા છે.અને કેટલી દીકરીઓ નું અમા અહિત થયું હશે.
આ મામલે સરકારમાં બે વખત પત્ર લખવામાં આવ્યા છતાં કોઈ પગલાં લેવાયા નથી. તો વહેલી તકે કાયદામાં સુધારો સરકાર કરે એવી માગ છે અને દીકરીના લગ્નની નોંધણી યુવતીના ગામમાં જ કરવામાં આવે અને પોલીસ વેરિફિકેશન કરવામાં આવે જાે બને પર કાયદા ઘડવામાં આવે તો ખોટા લગ્ન અટકાવી શકાય છે.
જાે આ કાયદો સુધારો નહિ કરવામાં આવે તો આગામી ૧૦ તારીખે સર્વ સમાજ ના પ્રમુખ સાથે મળી સુરતમાં મીટીંગ યોજવામાં આવસે એમા નિણર્ય કરી સરકાર સામે આંદોલન કરી કોઈ પણ ભોગે આ કાયદાકીય લડતમાં મજબૂત થાય એ માટે આંદોલન કરી લડત ચલાવસુ કારણ કે આ પ્રશ્ન દરેક સમાજ ને લાગતો છે.

Related posts

મહેસાણા એલસીબીએ આ ચોરીને અંજામ આપનાર ટોળકીને ઝડપી લીધી

Prajashahi

મહેસાણામાં એબીવીપીના ૩પ વિદ્યાર્થી કાર્યકરો વેકેશનમાં ૧૧,૫૦૦ ઘર ફરી કોરા પાના એકઠા કરી ૫૦૦૦ ચોપડા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને આપ્યા

Prajashahi

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

cradmin