મહેસાણા તાલુકા પી.આઈ. વી.આર. વાણિયા સહિત સહિત તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.
(પ્રજાશાહી) મહેસાણા મહેસાણા જિલ્લામાં બે દિવસ પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નાના મોટા નુકસાન જાેવા મળી રહ્યા છે.ત્યારે મહેસાણા પાલનપુર હાઇવે પર રોડની સાઈડમાં વરસાદને કારણે કેટલોક ભાગ તૂટી પડતા ખાડો પડી ગયો હતો.એ દરમિયાન મહેસાણા તાલુકા પી.આઈ સહિત નો સ્ટાફ પેટ્રોલીગ પર હતો જ્યાં આ ખાડા ધ્યાને આવતા કોઇ અકસ્માત ન સર્જાય તેના માટે પોતાની ટિમ સાથે આ માર્ગ પર પડેલા ખાડા ની આસપાસ બેરીકેટ લગાવ્યા હતા.
મહેસાણાના અમદાવાદ થી પાલનપુર તરફ જતા બાયપાસ હાઇવે પર વરસાદને કારણે રોડની સાઈડ તૂટી જતા ઊંડો ખાડો પડ્યો હતો.આ ખાડા ના કારણે અહીંયા અકસ્માત નું જાેખમ ટોળાઈ રહ્યું હતું.જાેકે મહેસાણા તાલુકા પી.આઈ વી.આર.વાણીયા પેટ્રોલીગ પર હતા.એ દરમિયાન આ ખાડા જાેવા મળતા ગાડી સાઈડમાં કરાવી પોતાની ટિમ સાથે ખાડાની આજુબાજુ પથ્થર થી બેરીકેટ કરાવી અકસ્માતની શકયતા ને નિવારી હતી.તેમજ તે જગ્યા પર ડાયવર્જનના બોર્ડ લગાવી મહેસાણા તાલુકા પોલીસની આ કામગીરી જાેઈ પસાર થતા વાહન ચાલકોએ કામગીરી બિરદાવી હતી.