પોલીસે રૂપિયા ૩ લાખથી વધુનો મુદામાલ કબજે કરી વધુ તપાસ આદરી
(પ્રજાશાહી) મહેસાણા
મહેસાણા જિલ્લામાં હાલમાં ઠેરઠેર જુગાર ધામો પર પોલીસ દ્વારા દરોડા પાડી પત્તા પ્રેમીઓને ઝડપી લેવાની કામગીરી પોલીસ કરી રહી છે.ત્યારે આજે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે કડી તાલુકાના કૂંડાળ ગામની સીમમાં ખેતરોમાં ચાલતા જુગાર ધામ અંગે એલસીબી ટીમે દરોડા પડયા હતા.અને જુગાર રમતા ૧૬ ને ઝડપી લીધા હતા.પોલીસે ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કુંડાળ ગામની સીમમાં વેલકમ હોટેલ પાછળ આવેલા ખેતરમાં કલાલ ઉર્ફ ફિરોજ પિરિયો બહાર થી માણસો બોલાવી જુગાર ધામ ચલાવતો હોવાની બાતમી એલસીબી ટીમના હે.કો સાબીર ખાન થતા પો.કો પાર્થ કુમાર ને મળતા દરોડા પાડયા હતા.
પોલીસની રેડ દરમિયાન જુગરીઓમાં ભાગદોડ થતા પોલીસે ૧૬ જુગારીઓને ઝડપી લીધા હતા.અને એક જુગારી ભાગવામ સફળ રહ્યો હતો. સ્થળ પરથી તપાસ દરમિયાન પોલીસે રોકડા ૧,૪૪,૭૦૦ થતા મોબાઇલ ફોન ૧૮ કિંમત ૧,૯૧,૫૦૦., અને જુગાર રમવામ વપરાતા પ્લાસ્ટિકના કોઈન કીમત ૫,૦૭,૦૦૦ મળી કુલ ૩ લાખ ૩૬ હજાર ૨૦૦ નો મુદ્દામાલ પોલીસ કબ્જે કર્યો હતો.