13.6 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
Breaking Newsગુજરાતદેશરાજકારણ

શિક્ષણ થકી જ દેશ નું સાચું ઘડતર અને વિકાસના મંત્ર સાથે કામ કરતા સાંસદ શારદાબેન પટેલ

  • દરેક નાગરિકને સારું શિક્ષણ મળી રહે તે દિશામાં સાંસદ શારદાબેન પટેલ હંમેશા પ્રયત્નશીલ
  • સાંસદ દ્વારા કેન્દ્રીય વિદ્યાલય મહેસાણામાં દરેક ધોરણમાં એક-એક વર્ગ (સેકશન) તાત્કાલિક ધોરણે વધારવાની કરાયી હતી માંગણી
  • સાંસદની કરાયેલી માંગણી ૨ મહિના ની અંદર કરાઈ મંજૂર

(પ્રજાશાહી) મહેસાણા

મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ હંમેશા મહેસાણાના બાળકો ને સારું અને સસ્તું શિક્ષણ મળી રહે તે માટે પ્રયત્નશીલ હોય છે. તેમણે તેમને મળતી સંસદસભ્ય ગ્રાન્ટ માંથી પણ તેમના લોકસભા વિસ્તારમાં અનેક શાળાઓમાં કોમ્પ્યુટર, આર.ઓ. પ્લાન્ટ અને શૌચાલય બનાવવા જેવી અગત્ય ની જરૂરિયાતો માટે મોટા પ્રમાણમાં ગ્રાન્ટ ફાળવી છે.
મહેસાણામાં ર્ંદ્ગય્ઝ્ર દ્વારા સંચાલિત કેન્દ્રીય વિદ્યાલય આવેલું છે. આ કેન્દ્રીય વિદ્યાલય માં દર વર્ષે એડમીશન લેવા માટે ખુબ જ ઘસારો હોય છે. મહેસાણામાં કેન્દ્ર સરકાર ના અનેક કર્મચારીઓ વસેલા છે જેમના સંતાનો ને એડમીશન લેવા માટે સૌથી અનુકૂળ કેન્દ્રીય વિદ્યાલય હોય છે. પરંતુ દરેક ધોરણ ના ફક્ત ૨ જ વર્ગ હોવાથી ઘણા બધા કેન્દ્રીય કર્મચારીઓ ના સંતાનો એડમીશન મેળવી શકતા નહોતા. મહેસાણા માં ઝ્રૈંજીહ્લ અને મ્જીહ્લ જેવી દેશ ની રક્ષા કરતી સૈનિકો ની ટુકડીઓ પણ આવેલી છે. તેમના બાળકો ને પણ એડમીશન મળતા નહોતા. અને લોકલ મહેસાણાના નાગરિકો પણ પોતાના બાળકો ને કેન્દ્રીય વિદ્યાલય માં એડમીશન લેવા માટે ખુબ પ્રયત્ન કરતા હોય છે.
જાે દરેક ધોરણ માં એક-એક સેકશન વધારવું હોય તો નવા ક્લાસ રૂમ પણ જાેઈએ. તો તે માટે જરૂરી વધારાના નવા ક્લાસ રૂમ ર્ંદ્ગય્ઝ્ર ના ઝ્રજીઇ ફંડ માંથી બનાવવા માટે સાંસદ શારદાબેન દ્વારા પહેલા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી શ્રી હરદીપસિંહ પૂરી ને રજૂઆત કરી હતી. અને મહેસાણા એસેટ માં પણ નવા રૂમ માટે ફંડ ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીશ્રી અને મહેસાણા ર્ંદ્ગય્ઝ્ર એસેટ મેનેજર શ્રી સુદીપ ગુપ્તા ની હકારાત્મક બાંહેધરી મળતા સાંસદશ્રી દ્વારા કેન્દ્રીય વિદ્યાલય મહેસાણામાં દરેક ધોરણમાં એક-એક વર્ગ (સેકશન) તાત્કાલિક ધોરણે વધારવા કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, દિલ્હી ના કમિશનર પાસે માંગણી કરાયી હતી.
સાંસદ શ્રી શારદાબેન દ્વારા વધુમાં વધુ લોકો ને કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષણ મળે તે માટે કરાયેલી માંગણી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, દિલ્હી દ્વારા મંજુર કરવામાં આવી છે. તે માટે કેન્દ્રીય સંગઠન અમદાવાદ વિભાગ અને જરૂરી કાર્યવાહી આ વર્ષ થી ધોરણ -૧ નો એક સેકશન વધશે અને પછી આવતા વર્ષ માં વધુ ક્લાસ રૂમ ના નિર્માણ બાદ અન્ય ધોરણનું પણ એક-એક સેકશન વધી જશે. જેથી વધારે લોકો ને શાળામાં શિક્ષણ નો લાભ મળશે.
શિક્ષણ માટેની આ માંગણી મંજુર કરવા માટે સાંસદ શ્રી શારદાબેન પટેલ દ્વારા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી શ્રી હરદીપસિંહ પૂરી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, દિલ્હી ના કમિશનર અને મહેસાણા એસેટ મેનેજર શ્રી સુદીપ ગુપ્તા નો આભાર વ્યક્ત કર્યો છે.

Related posts

મહેસાણા એલસીબીએ બહુચરાજી હાઈવે પાસે ઓરડીમાંથી વિદેશી શરાબનો જથ્થો પકડ્યો

Prajashahi

મહેસાણાના પાલાવાસણા ગામમાં પદાધિકારીઓ અને આગેવાનોના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારતના સંકલ્પ લીધા

Prajashahi

પાલખી યાત્રા: પાટણમાં વીર માયાદેવની ભક્તિ સભર માહોલમા પરંપરાગત પાલખી યાત્રા નિકળી

cradmin