13.6 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
હેલ્થ અને ફિટનેસ

તમારા સ્વસ્થ સ્વાસ્થ્યનુ કારણ છે વિટામીન ‘સી’ થી ભરપુર ટામેટા

  • ટામેટાં આપણાં ભોજનનો મહત્વનો હિસ્સો છે. જાે તમે તેને તમારાં ભોજનમાં ઉપયોગ નથી કરતાં તો ટામેટાંનો ખાવામાં ઉપયોગ કરીને હેલ્ધી રહો.
  • જાણો ટામેટા ખાવાના ફાયદા વિટામિન સીથી છે ભરપૂર
જાે શરીરમાં લોહીની ઉપણ વર્તાતી હોય અને ચહેરો ફિક્કો પડી ગયો હોય તો શક્ય તેટલાં વધુ ટામેટાં ખાવ. આનાથી તમારું લોહી તો વધશે જ સાથે ત્વચાનો રંગ પણ નિખરી ઊઠશે. ટામેટાંમાં લોહતત્વની માત્રા દૂધની સરખામણીએ બે ગણી અને ઈંડાંની તુલનાએ પાંચ ગણી હોય છે. વિટામિન એ, બી, સી સિવાય તેમાં પોટેશિયમ તેમજ તાંબુ હોય છે. લોહતત્વની દ્રષ્ટિએ અન્ય તમામ ફળોમાં તે સર્વશ્રેષ્ઠ છે. તે લોહીની ઉપણ દૂર કરી શરીરને પુષ્ટ, સુડોળ અને સ્ફૂર્તિલું બનાવે છે.
ટામેટાંને પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી એટલાં પરિપૂર્ણ માનવામાં આવે છે કે જાે સવારના નાસ્તામાં તમે માત્ર બે ટામેટાં પણ ખાઇ લો તો તે સંપૂર્ણ ભોજન બરાબર થઇ જાય છે. તેનાથી વજન બિલકુલ વધતું નથી અને તે શરીરના નાના-મોટા વિકારો દૂર કરે છે. તેનાથી ઝાડો સાફ આવે છે અને દાંત તેમજ પેઢાની નબળાઇ દૂર કરવામાં, ચહેરાનું તેજ વધારવામાં અને શરીરની ર્નિબળતા દૂર કરવા માટે ટામેટાંનું નિયમિત સેવન કરવું જાેઇએ.

 

  • ટામેટાં ખાવાના ફાયદા
• ખાતા પહેલાં પાકેલું લાલ ટામેટું કાપી તેની પર સિંધવ મીઠું અને કાળાં મરીનો ભૂકો નાંખી તેને આદું સાથે ખાઇ બાદમાં ભોજન કરો. આ રીતે ખાવાથી પાચન ક્રિયા ફાસ્ટ થશે.
• ટામેટાંના નિયમિત સેવનથી મોઢાનાં ચાંદાં સારાં થઇ જાય છે. કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
• આ સિવાય ડાયાબિટીસ અને આંખની નબળાઇ જેવા રોગ પણ ટામેટાંનાં સેવનથી દૂર રહે છે.
• ગર્ભવતી સ્ત્રી અને વૃદ્ધોએ પણ શિયાળામાં ટામેટાંનું નિયમિત સવારે સેવન કરવું જાેઇએ, આ તેમનાં માટે ટોનિકનું કામ કરશે.
• દરરોજ સવારે ત્રણ-ચાર ટામેટાં કાચાં જ ખાઇને શરીરને સ્વસ્થ અને બળવાન બનાવી શકાય છે.

Related posts

પાલખી યાત્રા: પાટણમાં વીર માયાદેવની ભક્તિ સભર માહોલમા પરંપરાગત પાલખી યાત્રા નિકળી

cradmin

ઉજવણીનું આયોજન: પાટણના ધાયણોજમાં જહુ માતાના મંદિરનો પાંચમો વાષિૅક પાટોત્સવ પવૅ ઉજવાશે

cradmin

બેફામ ડ્રાઇવરોની ઘોરબેદરકારી: કચ્છ બોર્ડર રેન્જ આઈજીના બંગલાંમાં મહિનામાં બીજીવાર ટ્રેલર ઘૂસ્યું, સદનસીબે જાનહાનિ ટળી, દિવાલને નુકસાન

cradmin