-
ટૂંકા ગાળામાં પોતાની કર્તવ્યનિષ્ઠા અને અભિગમથી સવર્પ્રિય બની વિદાય થયા
-
જિલા માહિતી પરિવારના સભ્યોએ તેમના સંસ્મરણ વાગોડીને વિદાય આપી હતી
(પ્રજાશાહી) મહેસાણા
નાણા વિભાગમાંરાજ્ય વેરા નિરીક્ષક તરીકે જામનગર ખાતે નિમણૂક પામતા મહેસાણા માહિતી કચેરીના કર્મનિષ્ઠ માહિતી મદદનીશ વેંકટેશભાઇ બાબુભાઈ પટેલને માહિતી પરિવાર મહેસાણા દ્વારા આજરોજ ભાવભીની વિદાય આપવામાં આવી.
યુ પી એસ સી અને જીપીએસસીની પરીક્ષાની તૈયારીઓ મારફત વર્ગ એક અને બે સંવર્ગ અધિકારી તરીકે પૂર્ણ તૈયારીઓમાં વ્યસ્ત ભાઈ માહિતી ખાતામાં જસ્ટ ચાન્સ માટે જ પરીક્ષા આપી હતી અને માહિતી ખાતામાં ૨૩ મે ૨૦૨૨ ના રોજજિલ્લા માહિતી કચેરી મહેસાણાખાતે માહિતી મદદનીશ તરીકે પસંદગી પામી અને ટૂંકા ગાળામાં પોતાની કર્તવ્ય નિષ્ઠા અને અભિગમથી અવ્વલ બની સવર્પ્રિય થઈને આજે વિદાય થયા હતા.
માહિતી ખાતા માટે તેમની વિદાય વસમી હતી પણ તેમની ગમતી જગ્યાએ પસંદગી કરાતા ઉત્સાહી એવા કર્મયોગી વ્યંકટેશભાઈ ને વિદાય આપવાનું માહિતી પરિવારને ગમ્યું હતું. માહિતી નિયામક શ્રી જયેશભાઈ દવે એ આ તકે વ્યંકટેશ ભાઈની આઇએએસ સ્તરની શૈક્ષણિક અને કાર્યક્ષમતા તેમજ કાર્યદક્ષતાની રજૂઆત કરી તેમની પ્રતિબંધિતાને બિરદાવી હતી.
સહાયક માહિતી નિયામકશ્રી પ્રવીણભાઈ બારોટ સંપાદક શ્રી નરેન્દ્રભાઈ પંડ્યા તેમજ માહિતી પરિવારના સભ્યોએ આ પ્રસંગે તેમના સંસ્મરણ વાગોડીને વિદાય આપી હતી.