‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વઘી રહ્યો છે ઃ ભૂપેન્દ્ર પટેલ
નીતિન પટેલ, ઋષિકેશ પટેલ, રજની પટેલ સહિત અનેક દિગ્ગજાે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
(પ્રજાશાહી) મહેસાણા
મહેસાણા જિલ્લાના નૂગર ખાતે શ્રી સરદાર પટેલ સેવા દળ દ્વારા આયોજીત સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,’વસુધૈવ કુટુંબકમ’ની ભાવના સાથે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં દેશ આગળ વઘી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે,સરદાર પટેલે ૫૬૨ રજવાડાઓ એક કરી એક ભારતનું નિર્માણ કર્યું હતું, ત્યારે પાટીદાર સમાજમાં ર્દિધદષ્ટી,બહાદારી,શોર્ય,એકતા,શક્તિ અને નેતૃત્વની ભાવના સહજપણે હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, દરેક સમાજના વિકાસનો મુખ્ય આધાર શિક્ષણ હોય છે. ત્યારે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં નવી શિક્ષણ નિતીથી દરેક વ્યવસાયનું શિક્ષણ માતૃભાષામાં મળવાનું છે,જેનો ફાયદો ગામડાના અને છેવાડના વિધાર્થીને થવાનો છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે પાટીદાર સમાજ સેવા ભાવનાથી સતત આગળ વધી રહ્યો છે. દરેક સમાજને સાથે લઇને ચાલનારો આ સમાજમાં સ્વભાવમાં સહકારનો ગુણ હોય છે.તેમણે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં સેમીકોન ઇન્ડીયા થકી આજે ગુજરાતમાં માઇક્રોચીપ તૈયાર થનાર છે તેમ જણાવી રોજગારી સર્જનમાં ગુજરાત હમેશાં મોખરે રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાષ્ટ્રની અર્થવ્યવસ્થામાં દેશના પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં દેશ પાંચમા ક્રમે છે ત્યારે નાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાત કોરોના સમયમાં મોટુ બજેટ આપ્યા છતાં આજે મોખરે છે. તેમણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આગામી ૨૫ વર્ષના અમૃત કાળમાં હકારાત્મક ભાવના થકી રાષ્ટ્ર વિકાસમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનું એસ.પી.જીના સભ્યો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાટીદાર દિકરીઓ માટે હેલ્પલાઇન નંબરની જાહેરાત કરવામાં આવી હતી.મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુંભાવો દ્વારા તેજસ્વી વિધાર્થીઓને સન્માન કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
મહેસાણાના નુગર ખાતે આયોજીત એસ.પી.જી લાઇફ ટાઇમ પરિવારના વિધાર્થીઓને ઇનામ વિતરણ અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ,સંસદ સભ્યશ્રી શારદાબેન પટેલ, ધારાસભ્ય સર્વશ્રી મુકેશભાઇ પટેલ,કીરીટભાઇ પટેલ,બાબુભાઇ જે પટેલ,પૂર્વગૃહમંત્રી રજનીભાઇ પટેલ, એસ.પી.જીના અધ્યક્ષ લાલજીભાઇ પટેલ, પૂર્વ સંસદશ્રી જીવાભાઇ પટેલ,ઉમિયા માતાજી સંસ્થાનના બાબુભાઇ, દિલીપભાઇ, ગગજીભાઇ, બીપીનભાઇ, જયરામભાઇ, ગણપત યુનિના ગણપતભાઇ પટેલ, એસ.કે.યુનિના પ્રકાશભાઇ પટેલ સહિત પાટીદાર આગેવાનો, એસ.પી.જીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.