-
મહેસાણા ખાતે ‘નવી શિક્ષણ નીતિ-૨૦૨૦’નાં ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે પત્રકાર પરિષદ યોજાઇ
-
નવી શિક્ષણ નીતિ દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થશે : જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રી માલારામ ચૌધરી
-
નવી શિક્ષણ નીતિ થકી ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમમાં વિષય પસંદગીની સુગમતા રહેશે : વરિષ્ઠ શિક્ષીકા નમ્રતા શાહ
પ્રજાશાહી મહેસાણા
કેન્દ્રીય વિદ્યાલય ખાતે નવી શિક્ષણ નીતિ-૨૦૨૦નાં ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે પત્રકાર પરિષદ યોજાઇ હતી.જેમાં નવી શિક્ષણ નીતિ અમલમાં આવ્યાને ત્રણ વર્ષ થવા પર સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ કામગીરી અને નવી નીતિથી ગુણવત્તાયુક્ત શિક્ષણને સુનિશ્ચિત કરવા પર ભાર મુકવામાં આવ્યો છે એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ તકે કેન્દ્રીય વિદ્યાલય આચાર્યશ્રી શ્રી એ.પી.રાયએ નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અંગે પૂરી માહિતી આપીને જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ થકી બાળકોનો સર્વાંગી વિકાસ થશે.૨૧ મી સદીની જરૂરિયાતોને અનુરૂપ શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન આવેલ છે.
જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રી માલારામ ચૌધરીએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થશે. બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેમજ દેશ અને વિશ્વમાં તેમની કુશળતા થકી દરેક ક્ષેત્રે પ્રગતિ સાધી શકે તે માટે નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ ઘડવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
વરિષ્ઠ શિક્ષિકા નમ્રતા શાહે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ થકી ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમમાં વિષય પસંદગી કરવાની સુગમતા રહેશે. કોઈ વિદ્યાર્થીને સાયન્સની સાથે કોમર્સના કોઈ વિષયનો અભ્યાસ કરવો હોઈ તો પણ કરી શકે તેવી દિશામાં નવી શિક્ષણ નીતિ બનાવવામાં આવી છે. શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ બંનેમાં બહુભાષીયતાને પ્રોત્સાહન આપવામાં આવશે. એન્જિનિયરિંગ જેવા જટિલ વિષયો અનેક ભારતીય ભાષાઓમાં ઓફર કરવામાં આવે છે.આ બાબતે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અંગે ઊંડાણપૂર્વક ચિતાર આપવાની સાથે વિઝન, આર્ત્મનિભર ભારત માટેની નીતિ, પાયાના સાક્ષરતાના આયામો જેવા મહત્વના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.