-
એલસીબીની ટીમે 6 લોકોને પત્તા ચીપતાં દબોચી લીધા :
-
જુગારીઓએ ઠેકાણાં નક્કી કરી લીધા પોલીસ પણ સતર્ક બની, બન્ને વચ્ચે ચોર-ચોકીદારની રમત :
-
રોકડ રકમ સહિત કુલ 86,૦૦૦ હજારનો મુદામાલ ઝડપી પાડ્યો :
(પ્રજાશાહી) મહેસાણા
મહેસાણા જિલ્લામાં હવે શ્રાવણિયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી રહી હોય તેમ જુગારીઓ જુગાર રમવા માટે ગેસ્ટ હાઉસનો સહારો લઇ રહ્યાં છે તેમાં પણ પોલીસથી બચવા માટે જિલ્લાના છેવાડાના હોટલમાં ખેંલીઓ જુગાર ખેંલવા માટે પસંદગી ઉતારી રહ્યા છે.મહેસાણા એલસીબીના ઇન્ચાર્જ મહિલા પીઆઇ આર.જે. ધડુક તથા મહેસાણા એલસીબીના પીએસઆઇ એચ.એલ.જાેષીના નેતૃત્વમાં એલસીબીની ટીમ જુગારીઓને જુગાર રમવાનું હરામ કરી દીધું હોય તેમ રોજબરોજ જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી જેલમાં ધકેલવામાં આવી રહ્યાં છે. જેમાં ધોળાસણના પાટીયા પાસે આવેલી નીલકંઠ હોટલના ગેસ્ટાહાઉસમાં ચાલતાં જુગારધામ પર મહેસાણા એલસીબીની ટીમ ત્રાટકી ૬ જુગારીયાઓને ૩૧,૩૦૦ રોકડા તથા ૮૧૩૦૫ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ મહેસાણા એલસીબી પી.આઇ આર.જે ધડુકના નેતૃત્વમાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એચ.એલ.જાેષી, એએસઆઇ રાજેન્દ્રસિંહ, દિલીપસિંહ, બિપિનચંદ્ર, હે.કો. જયેશભાઇ, સાબીરખાન, પાર્થકુમાર, રાકેશસિંહ, ભાવિકકુમાર નાઇટરોડ દરમિયાન એલસીબી ઓફિસે હાજર હતા ત્યારે સાબીરખાન તથા પાર્થકુમારને સંયુક્તરાહે ખાનગી બાતમી મળી હતી કે, મહેસાણા અમદાવાદ હાઇવે પર ધોળાસણ ગામના પાટીયા પાસે આવેલી નીલકંઠ હોટલના ગેસ્ટહાઉસમાં યુસુફભાઈ રહીમભાઈ લુંહાણી અને શાહરૂખ ઉર્ફ ભુરો હોટેલનો રૂમ રાખી જુગાર રમવા જુગારીઓને બોલાવે છે.
હાલ જુગારધામ ચાલી રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પડતા જુગારીઓના નાસભાગ મચી ગઇ હતી. રૂમમાં બનાવેલ સીડીમાંથી કેટલાક જુગારી ભાગી ગયા હતા. પોલીસે પીછો કરતા અંધારામાં જુગારીઓ મળી આવ્યા નહોતા તમેજ રૂમમાંથી કુલ ૬ જુગારી ઝડપાઇ ગયા હતા. જ્યારે આઠ જુગારી ભાગી જવામાં સફળ રહ્યાં હતા. જુગારધામ પરથી એલસીબીની ટીમે ૬ જુગારીઓ પાસેથી ૩૧,૩૦૦ રોકડા,૬ મોબાઈલ કિમત ૫૫,૦૦૦, પ્લાસ્ટિકના કોઇન ૫,૫૫,૫૦૦, તેમજ અન્ય વસ્તુઓ મળી કુલ ૮૧,૩૦પ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ભાગી જનાર અન્ય ૮ મળી કુલ ૧૪ સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
— 6 ઝડપાયા ગુનો :
(૧) મહમદ રફીક સિદ્દીકભાઈ મન્સૂરી-(મહેસાણા)
(૨) પીરસાબમીયા ફકીરમહમદ સૈયદ -(નાગલપુર)
(૩) અલીયારખા ફિદામહમદ બાબી -(બાબી વાળો,મહેસાણા)
(૪) મહમદ કમાલખાન ઇબ્રાહિમ બહેલીમ -(ખેરાલુ)
(૫) આબીહુસેન ઇડુંમીયા બહેલીમ -(ખેરાલુ)
(૬) મહમદ જહુર શેખ -(અમદાવાદ મિરજાપુર)