લોક પ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણ માટેનો કાર્યક્રમ એટલે સ્વાગત કાર્યક્રમ.જિલ્લા કલેકટર એમ.નાગરાજનની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરેલા સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રિવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી (સ્વાગત) કાર્યક્રમ આજે પારદર્શક પદ્ધતિથી નાગરિકોને સંતોષ થાય તે રીતે લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો બન્યો છે.
આપણા ઇતિહાસમાં સદીઓથી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવીને તેને વાચા આપવાનું કામ થતું રહ્યું છે. લોક લાગણીને ઓળખવી, તેને સમજવી અને તેના ગુણદોષના આધારે તેનું નિરાકરણ લાવવું તે જ સાચું લોકશાહીનું લક્ષણ છે સુશાસન વ્યવસ્થા થકી આજે પારદર્શિતામાં ઉમેરો થાય અને વહીવટી વ્યવસ્થામા હકારાત્મક પરિવર્તન આવે સાથે-સાથે અરજદારના પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે સ્વાગત કાર્યક્રમ એ મહત્વનું ઉદાહરણ સ્થાપિત કર્યુ છે. તેવુજ મહેસાણા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મહેસાણા તાલુકાના પુનાસણ ગામના અરજદાર પ્રજાપતિ પ્રહલાદભાઈ નાથાલાલનો રી-સર્વે પ્રમોલગેશન બાદ ક્ષતિ આવતા સુધારા માટે સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી.જે સ્વાગત કાર્યક્રમમાં સ્થળ પર જ સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.વધુમાં જિલ્લા કલેક્ટરના હસ્તે સ્થળ પર જ આદેશ અપાતા પ્રહલાદભાઈએ સ્વાગત કાર્યક્રમનું દિલથી સ્વાગત કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે,પુનાસણના પ્રહલાદભાઈનાં માપણી સબંધિત પ્રશ્ન અંગે કે.જે.પી તૈયાર કરી સુધારાની અસરો આપવા જમીન દફતર નિરીક્ષકને એસ.એલ.આર દ્વારા હુકમ કરાતા અને તેની નકલ કલેકટર દ્વારા અપાતા અરજદાર પ્રહલાદભાઈએ આનંદિત થઇ સરકારનો આભાર માન્યો હતો.