મહેસાણા જિલ્લામાં હાલમાં ઠેરઠેર ચાલતા જુગારધામો પર સ્થાનિક પોલીસ દરોડા પાડી જુગારીઓને ઝડપી રહી છે. ત્યારે મહેસાણા તાલુકા પોલીસે શોભાસણ રોડ પર આવેલી શાહીલ સોસાયટીમાં રેડ પાડીને જુગાર રમતા ૯ લોકોને રંગેહાથ ઝડપી લીધા હતા. તમામ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
મહેસાણા તાલુકા પોલીસ મથકના પી.આઈ. વાણિયાના માર્ગદર્શન હેઠળ શોભાસણ રોડ પર આવેલ શાહીલ ટાઉનશીપ-૨મા રહેતો પઠાણ એઝાજ ખાન ઉર્ફ પપુ પોતાના મકાનમાં બહારથી માણસો લાવી જુગાર રમાંડતો હોવાની બાતમી મહેસાણા તાલુકા પોલીસને મળી હતી. જે બાદ પોલીસે સ્થળ પર દરોડા પાડી જુગારધામ ઝડપી લીધું હતું. જ્યાં જુગાર રમતા ૯ લોકો રંગેહાથ ઝડપાયા હતા.
સમગ્ર દરોડા દરમિયાન પોલીસે મકાનમાંથી ૧૪,૭૩૦ રૂપિયા રોકડા, ૫ મોબાઈલ કિંમત ૨૦,૫૦૦, જુગાર રમવાના ૨૮૪ નંગ કોઈન મળી કુલ ૩૫,૨૩૦નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી હતી.