13.6 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
ગુજરાતદેશ

વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે રિચાર્જ બોરવેલના ઉદ્‌ઘાટન તથા મહા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

  • જીતુભાઈ પટેલે વિદ્યાર્થીઓને જીવનમાં સમાજ ઉપયોગી પાંચકાર્યો કરવા માટે સંકલ્પ લેવડાવ્યા  :

  • યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશ પટેલ દ્વારા લેવામાં આવેલ પર્યાવરણસબંધિત પગલાઓની પ્રશંસા કરી હતી :

  • વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ અભિયાનને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું :

(પ્ર.ન્યુ.સ) મહેસાણા 

આજે સમગ્ર વિશ્વમાં પર્યાવરણનું જતન, સંરક્ષણ અને નિયમન કરવું તે વૈશ્વિક ચિંતાનો વિષય બનેલ છે તે સમયે પર્યાવરણ જેવા વિષયમાં વિદ્યાર્થીઓ અને સમાજમાં જાગૃતતા ફેલાય તે માટે ગુજરાતની અગ્રગણ્ય સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે તારીખ ૨૪ જુલાઈ,૨૦૨૩ના રોજ યુનિવર્સિટી દ્વારા નિર્મિત બે રિચાર્જ વેલનું ઉદ્‌ઘાટન કરવામાં આવેલ હતું. ગુજરાત રાજ્યના ગ્રીન એમ્બેસેડર તથા તિરૂપતિ ફાઉન્ડેશનના સંસ્થાપક જીતુભાઈ પટેલે આ કાર્યક્રમમાં પોતાની પ્રેરક હાજરી આપી હતી.
યુનિવર્સિટી ખાતે બનાવવામાં આવેલ રિચાર્જ વેલ જમીનમાં વરસાદી પાણીનું સ્તર ઉપર લાવવામાં મદદરૂપ થશે તથા અંદાજીત અઢી કરોડ લિટર પાણીનો સંગ્રહ તેમાં થઈ શકશે.આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશ પટેલે પ્રોજેક્ટના કો-ઓર્ડીનેટર ડો. યોગેશ એસ. પટેલની કામગીરીને બીરદાવી હતી તથા યુનિવર્સિટીને ગ્રીન કેમ્પસ તારીખે પ્રસ્થાપિત કરવા ૮૦૦જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જીતુભાઈ પટેલે વિદ્યાર્થીઓને જીવનમાં સમાજ ઉપયોગી પાંચકાર્યો કરવા માટે સંકલ્પ લેવડાવ્યો હતો અને વૃક્ષારોપણ, પર્યાવરણ અને પ્રકૃતિ સંવર્ધન જેવા વિષયો પર વિશેષ ભાર મૂક્યો હતો. તેઓએ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશ પટેલ દ્વારા લેવામાં આવેલ પર્યાવરણસબંધિત પગલાઓની પ્રશંસા કરી હતી.
આ સંદર્ભે યુનિવર્સિટીના એન.એસ.એસ યુનિટના સહયોગથીમેગા ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતો. જે અંતર્ગત એનએસએસ કો-ઓર્ડીનેટર ડો. રાકેશ પટેલ અને સમગ્ર ટીમ દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ અભિયાનને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
રિચાર્જ વેલના ઉદ્‌ઘાટન અને મેગા ટ્રી પ્લાન્ટેશન કાર્યક્રમના સફળ આયોજન બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ ડો. પ્રફુલકુમાર ઉદાણી, ટેક્નિકલ ડાયરેક્ટર ડો.એચ.એન.શાહ, રજીસ્ટ્રાર ડો.કે.એ.પટેલ તથા સમગ્ર યુનિવર્સિટી પરિવારે આયોજકોને શુભેચ્છા પાઠવી હતી. યુનિવર્સિટી દ્વારા ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી જીતુભાઈ પટેલ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

મહેસાણામાં ભકતોને દર્શન આપવા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ નગરચર્યાએ નિકળશે

Prajashahi

વિસનગરના દિવંગત શિક્ષિકા મીનાબેન વ્યાસની તૃતીય પુણ્યતિથિએ મફત આર્યુવેદિક કેમ્પમાં ૧૫૦ દર્દીઓએ લાભ લીધો

Prajashahi

ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ: પાટણનાં દ્વારકાધિશ મંદિરે દ્વિદિવસીય ધાર્મિક કાર્યક્રમોના પ્રારંભ સાથે વલ્લભ દ્રાર, ગૌવધૅન ગૌશાળા અને સિંહ સ્થાપનનું ઉદ્ઘાટન કરાયું

cradmin