12.7 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
Breaking Newsઅપરાધગુજરાત

પૂરતો અભ્યાસ ના કર્યો હોય એવા વિદ્યાર્થીઓને નકલી સર્ટિફિકેટ બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ

  • બહુચરાજીમાં બે શખ્સ માત્ર બે જ મિનિટમાં બનાવી આપતા હતા બોગસ દસ્તાવેજ
  • રૂપિયા ૫૦૦૦ થી માંડીને ૨૫૦૦૦ રૂપિયા સુધી લેવાતા હતા બોગસ દસ્તાવેજ માટે ડિપ્લોમા,એલ સી આઈ ટી આઈ પાસ નું સર્ટી માત્ર બે જ મિનિટમાં
  • જરૂરિયાત પ્રમાણે નામ એડિટ કરી માત્ર બે જ મિનિટમાં માર્કશીટ કે એલ સી બનાવી આપી દેવાતું હતું
  • આ દસ્તાવેજ આધારે અનેક લોકોએ મારુતિ અને અન્ય કંપનીમાં નોકરી મેળવી

(પ્ર.ન્યુ.સ) મહેસાણા
મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શંખલપુર ગામે રહેતો ૨૩ વર્ષીય કુલદીપ પરમાર અને એક અન્ય યુવક બેચરાજીમાં દુકાન ભાડે રાખી પોતાના કોમ્પ્યુટરમાં ધોરણ ૧૦-૧૨, ITI ડિપ્લોમાની માર્કશીટો સ્ટોરી કરી નાપાસ થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો કરી આપી ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં ઝડપાયા છે. આ યુવકોએ ૨ માસમાં ૫૦ વિદ્યાર્થીને નકલી માર્કશીટ બનાવી આપી હતી. હાલ કેટલાક વિદ્યાર્થીઓ આ માર્કશીટ પર અલગ-અલગ કંપનીમાં નોકરીએ પણ લાગી ગયા હોવાનું સામે આવ્યું છે.
મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે આદિત્ય કોમ્પ્લેક્સમાં અંબિકા ઝેરોક્સ નામની દુકાનમાં કેટલાક ઈસમો નકલી માર્કશીટ બનાવવાનું કામ કરતા હોવાની મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. એ આધારે પોલીસે દુકાનમાં ઘૂસી દરોડા પાડયા હતા. દુકાનમાં તપાસ દરમિયાન કોમ્પ્યુટરમાંથી એક ફોલ્ડરમાં ઓરિજિનલ માર્કશીટ મૂકી હતી, જેને એડિટિંગ કરી અન્ય વિદ્યાર્થીઓનાં નામો એડ કરી તેમને ૧૫૦૦ રૂપિયામાં નકલી માર્કશીટ આપવામાં આવતી હોવાની સામે આવ્યું છે. પોલીસે રેડ કરી કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનો અને હાલ શંખલપુર ખાતે રહેતો ૨૩ વર્ષીય કુલદીપ કુમાર પરમાર બેચરાજીમાં ડેપો પાસે આવેલા અદિત્ય કોમ્પ્લેક્સમાં દુકાન ભાડે રાખીને અંબિકા ઝેરોક્સ નામની દુકાન ચલાવતો હતો. કુલદીપ પરમાર પોતાના કોમ્પ્યુટરમાં એક ફોલ્ડરમાં ઓરિજિનલ ધોરણ ૧૦, ધોરણ ૧૨, ITI ડિપ્લોમાં સુધીની માર્કશીટ રાખતો અને જે વિદ્યાર્થીઓને માર્કશીટ ના હોય તેમને અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓનાં નામ ઓરિજિનલ માર્કશીટમાં એડ કરી વેચતો હતો.
સમગ્ર મામલે પોલીસ-તપાસ દરમિયાન સામે આવ્યું કે કુલદીપે બે માસમાં ૫૦ વિદ્યાર્થીને ધોરણ ૧૦થી માંડી ITIT નકલી માર્કશીટ બનાવી આપી છે. આ કામના બદલે તે ૧૫૦૦ રૂપિયા ચાર્જ પણ લેતો હતો. જાેકે રેડ દરમિયાન મહેસાણા LCB ટીમે કુલદીપ પરમાર અને વિજયસિંહ લક્ષમણ સિંહને ઝડપી પાડ્યા હતા.
સમગ્ર કૌભાંડમાં કુલદીપની ઓફિસમાં તપાસ દરમિયાન આઠ વિદ્યાર્થીનાં સર્ટિફિકેટ અને માર્કશીટ મળ્યાં હતાં. દુકાનમાં તપાસ દરમિયાન માર્કશીટ કાઢવા કેન્ટ કંપનીના હાઈ ગ્લોસી ફોટો પેપર નંગ ૧૫ તેમજ કોમ્પ્યુટર સહિતનાં સાધનો મળી કુલ રૂ. ૮૬,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં પૂરતો અભ્યાસ ના કર્યો હોય અને પ્રામાણિકતા ન ધરાવતા કેટલાક વિદ્યાર્થીઓને કુલદીપે નકલી માર્કશીટ અને સર્ટિફિકટ બનાવી આપ્યા હતા. એમાં કેટલાક વિદ્યાર્થીઓ આજ માર્કશીટના આધારે બેચરાજી ખાતે આવેલી નામાંકિત કંપનીમાં નોકરીએ પણ લાગી ગયા હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર કેસમાં મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બેચરાજી પોલીસમાં કુલદીપ સામે નકલી માર્કશીટ બનાવવાના કેસમાં કલમ ૪૬૫,૪૬૮,૪૭૧,૧૧૪ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.

Related posts

મહેસાણા એસ.પી. અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ એસઓજીએ નશીલા પદાર્થોના વેપારનો પર્દાફાશ કર્યો

Prajashahi

શિક્ષણ થકી જ દેશ નું સાચું ઘડતર અને વિકાસના મંત્ર સાથે કામ કરતા સાંસદ શારદાબેન પટેલ

Prajashahi

મહેસાણા એલસીબીએ નંબર પ્લેટ વિનાની સ્વીફટ કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

Prajashahi