(પ્ર.ન્યુ.સ) મહેસાણા મહેસાણા જિલ્લામાં શાકભાજી, કઠોળ, જીરા સહિતના જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓમાં સરકારે બેફામ ભાવવધારો કરતાં સામાન્ય પરિવારોનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. જેની ચિંતા સેવીને મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૌતિક ભટ્ટની આગેવાનીમાં સાથી કાર્યકરો ટામેટા ભરેલા કરંડીયા લઈને કલેકટર કચેરીએ પહોંચી જઈ શાકભાજી સહિતના જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ ઘટાડવાની માંગણી સાથે આવેદનપત્ર આપીને પોતાના આકરા તેવર બતાવતાં ટામેટા ભરેલા કરંડીયા કલેકટરની ટેબલ ઉપર મૂકી દીધા હતા. આમ, શહેર કોંગ્રે સમિતિના કાર્યકરોએ અનોખી રીતે વધતા જતાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવને લઈને અનોખો વિરોધ દર્શાવ્યો હતો. કલેકટરને સંબોધીને લખાયેલા આવેદનપત્રને અધિક કલેકટરે સ્વીકાર કરી કોંગી કાર્યકરોની માંગણીને સરકાર સુધી પહોંચાડવાની બાહેંધરી આપી હોવાનું જાણવા મળ્યુ હતું. આમ શહેર કોંગ્રેસે વધતી જતી મોંઘવારી મુદ્ મોરચો માંડયો હતો.
શહેર કોંગ્રેસ સમિતિના સભ્યોએ જ્યારે ટામેટાં, કારેલા, ભીંડા સહિતની શાકભાજી ભરેલા કરંડીયા અધિક કલેકટરના ટેબલ પર મૂકયા તો ખુદ અધિક કલેકટર રાઠોડ પણ પોતાનું હસવું રોકી ન્હોતા શક્યા. એટલું જ નહિ કોંગી કાર્યકરો પણ જાણે કહેતા હોય કે સાહેબ આમાંથી કયું શાક ખાશો ? એવું પૂછતાં હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા હતા.