13.6 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
Breaking Newsગુજરાતદેશરાજકારણ

રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપ સક્રિય ઃ ધારાસભ્યોને મત વિસ્તાર નહિ છોડવા આદેશ

  • રાજ્યસભાની ટિકિટને લઈને અનેક રાજકીય અટકળો શરૂ થઈ
  • કેટલાક સિનીયર નેતાના નામોની પણ ચર્ચા થઈ રહી છે
  • પાટીલને નવી જવાબદારી અપાય તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી વચ્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્યસભાની ચૂંટણીને લઇ ગુજરાત ભાજપ સક્રિય બન્યું છે. તેથી તમામ ધારાસભ્યોએ મત વિસ્તાર છોડી બહાર ન જવા સૂચના આપી દેવાઈ છે. મત વિસ્તાર છોડતા પહેલા મંજૂરી લેવી અનિવાર્ય તેવુ પણ જણાવાયું છે. આમ, રાજ્યસભાની ચૂંટણી સુધી બહાર ન જવા આદેશ ગાંધીનગરથી છૂટી ગયો છે. ગુજરાતમાં રાજ્યસભાના ત્રણ સભ્યોની ટર્મ પૂરી થઈ રહી છે. જેને લઈને ભાજપ એક્ટિવ થયું છે. આ વચ્ચે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરને તો રિપીટ કરી શકાય છે. પરંતુ અન્ય બે ઉમેદવારોની શોધખોળ ચાલી રહી છે. આ માટે અનેક નામો ચર્ચાઈ રહ્યાં છે. આ વચ્ચે ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જાેવા મળી રહી છે. ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને ૨૬ જુલાઈ સુધી ગુજરાતમાં જ રહેવાનુ ફરમાન જાહેર રક્યુ છે. તેથી ૨૬ જુલાઈ સુધી ધારાસભ્યો ગુજરાત બહાર નહિ જઈ શકે. રાજ્યસભાની ટિકિટને લઈને અનેક રાજકીય અટકળો શરૂ થઈ છે. જેમાં કેટલાક સિનિયર નેતાના નામોની પણ ચર્ચા થઈ રહી છે. તો સાથે જ નવો ચહેરો પણ લાવવામાં આવી શકે છે. આ માટે કમલમમાં ભાજપના નેતાઓની ૧૦ જુલાઈએ બેઠક મળવાની છે. જેમાં ઉમેદવારોના નામને લઈને ચર્ચા થશે. તો સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બંને ૭ જુલાઈએ દિલ્હી જવાના છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાથે આ અંગે ચર્ચા થશે.
આ વચ્ચે પાટીલના દિલ્હી જવા વિશે પણ અનેક અટકળો ચાલી રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ગુજરાતમાં જ રહેશે કે દિલ્હીમાં જશે તે વિશે અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. કારણ કે, ભાજપે પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખની જાહેરાત વચ્ચે ચાર રાજ્યોના પ્રદેશ પ્રમુખ જાહેર કરી દીધા છે. પરંતુ ગુજરાતની જાહેરાત બાકી રાખી છે. આવામાં પાટીલ યથાવત રહેશે કે દિલ્હી જશે તે હજી દિલ્હીએ કોઈ ફોડ પાડ્યો નથી. પરંતુ પાટીલને નવી જવાબદારી અપાય તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે. આ ઉપરાંત પાર્ટીની કેટલીક એક્ટિવિટી સસ્પેન્સ જગાવી રહી છે.
વિદેશમંત્રી એસ જયશંકરને રિપીટ કરવામાં આવી શકે છે, જ્યારે બાકીની બંને બેઠકો પર નવા ચહેરાને તક મળી શકે છે.. વર્તમાન સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાને આ વખતે પડતા મૂકવામાં આવી શકે છે. આ બંને નેતાઓના બદલે ગુજરાતમાંથી એક ખૂબ જ સિનિયર નેતાને રાજ્યસભામાં લઈ જવામાં આવી શકે છે. બે બેઠક પર ઓબીસી અને ક્ષત્રિય નેતાની પસંદગીની શક્યતા સેવાઈ રહી છે. ગુજરાતમાંથી સિનિયર નેતાને રાજ્યસભામાં એન્ટ્રી મળી શકે છે. ઓબીસી અને ક્ષત્રિય નેતાની પસંદગી થાય તેવી શક્યતા છે.

Related posts

બેચરાજી ખાતે ત્રિ દિવસીય ચૈત્રી લોકમેળાનો પ્રારંભ કરાયો

Prajashahi

મહેસાણાના બલોલ નજીક નોકરીએ જતા મિત્રોનો અકસ્માત

Prajashahi

ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઇ પટેલે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને ૫૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરાવ્યા

Prajashahi