(પ્ર.ન્યુ.સ) મહેસાણા
વિસનગરના કાંસા ચોકડી નજીક આવેલ એસ.કે પટેલ અનુપમ પ્રાથમિક શાળા નં.૦૪માં વર્ષો સુધી શિક્ષિકા તરીકે પોતાની ફરજ બજાવનાર મીનાબેન જયેશભાઈ વ્યાસનું ગત તા. ૦૪ જુલાઈ ૨૦૨૦ના અકાળે નિધન થયું હતું. જેને લઇને તેમના પરિવારજનો સગા સંબંધી તેમજ શાળા પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. આજે તા. ૦૪ જુલાઈ ૨૦૨૩ના સદગતના પરિવારજનો ગં.સ્વ. સૂર્યાબેન પોપટલાલ વ્યાસ, જયેશભાઈ પી વ્યાસ પત્રકાર અને તંત્રી-લોકશાહી સમર્થન, કિનલ જયેશભાઈ વ્યાસ સભ્ય, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા અને અસ્મિતાબેન કિન્નરભાઈ વ્યાસ દ્વારા સદગતની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન સાથે પ્રેરણાદાયી કાર્યક્રમ આયોજિત કર્યો હતો. સ્વ. શ્રીમતી મીનાબેન જયેશકુમાર વ્યાસની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે તેઓ જવાહર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા ત્યાં જ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર સંચાલિત નુતન આર્યુવેદિક કોલેજ તથા સાબરકુંડલાના સુવિખ્યાત ડોક્ટર શ્રી બલભદ્ર મહેતાની નિશ્રામાં ‘તદ્દન મફત મેગા આયુર્વેદિક નિદાન કેમ્પ’નું સવારે ૮ થી બપોરે ૦૧ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦ થી વધુ દર્દીઓને ચકાસીને સ્થળ પર જ નિશુલ્ક આર્યુવેદિક દવાઓ આપવામાં આવી હતી. ઉપરાંત કાર્યક્રમમાં આરજે યજ્ઞેશ પંડ્યાએ ઉપસ્થિત રહી આયુર્વેદ અંગે મોટીવેશન સ્પીચ આપી હતી.
જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા સેલના કન્વીનર યજ્ઞેશ દવે, ગુજરાત ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ બી આર પ્રજાપતિ, દંઢાવ્ય ૭૬ બ્રહ્મ સમાજના પ્રમુખ મહેન્દ્ર પંડ્યા, મહેસાણા સેશન કોર્ટના સરકારી વકીલ રેખાબેન જાેશી, એસ કે યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ, એસ કે યુનિવર્સિટી નો આર્યુવેદિક સ્ટાફ સહિતના શહેરના રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.