મહેસાણા પાલિકાના ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી આવી મૃતદેહ બહાર કાઢયો
ઘટનાની જાણ પરિવારને થતાં સમગ્ર પરિવાર શોકમય બન્યો
મૃતકના અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા પોતાના મોટાભાઈના ઘરે રહેતા હતા
(પ્ર.ન્યુ.સ)મહેસાણા
મહેસાણા શહેરમા અંબાજી નગરમાં રહેતા વિકલાંગ રીક્ષા ચલાકે અગમ્ય કારણોસર મોઢેરા પાસે પસાર થતી કેનાલમાં ઝપલાવી આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે.ઘટનાની જાણ મોઢેરા પોલીસ અને મહેસાણા પાલિકાના ફાયર વિભાગ ને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવી મૃત દેહ બહાર કાઢ્યો હતો.મોઢેરા પોલીસે આ મામલે વધુ તપાસ આદરી છે.
મહેસાણા શહેરમા અંબાજી નગરમાં રહેતા ૪૨ વર્ષીય ઠાકોર દિલીપ કુમાર તખાજી ગઈ કાલે પોતાના ઘરેથી નીકળી આવી મોઢેરા કેનાલમાં અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.ઘટનાની જાણ પરિવાર ને થતા પરિવાર જનો મોઢેરા કેનાલ ખાતે દોડી આવ્યા હતા.જ્યાં સમગ્ર પરિવાર શોકમય બન્યો હતો.
મહેસાણાના અંબાજી પરામાં મોટા ભાઈ ના ઘરે રહેતા ૪૨ વરસી ઠાકોર દિલીપજી જમણા પગે અપગ હતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા.તેમજ ગઈ કાલે ઘરેથી ખાનગી વાહનોમાં બેસી ને મોઢેરા પહોંચ્યા હતા.અને ફોન કેનાલ બહાર મૂકી તેઓએ આપઘાત કર્યો હતો.ઘટના પગલે સ્થાનિક લોકોએ પરિવાર ને સમગ્ર મામલે જાણ કરી હતી.
સમગ્ર કેસમાં મોઢેરા પોલીસ મથકમાં એ.એસ.આઈ મોહન સિંએ જણાવ્યું કે મૃતક ના અગાઉ છુટા છેડા થઈ ચૂક્યા છે. મોટા ભાઈના ઘરે રહેતા હતા. અને રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. સ્થાનિક લોકોએ પરિવારને ફોન કરી ઘટના મામલે જાણ કરી હતી. ત્યારબાદ તેઓ પોલીસ નથકે આવતા રાત્રે કેનાલ માં શોધખોળ આદરી હતી. જાેકે રાત્રે મૃતકની ભાળ ન મળતા આજે સવારે લાસ ઉપર આવતા મહેસાણા પાલિકાની ટીમને બોલાગી મૃત દેહ બહાર કઢાયો હતો.
મૃતકના ખિસ્સામાં તપાસ કરતા પોલીસને કાઈ મળ્યું નથી.તેમજ મૃતકના મોટા ભાઈ ના જણાવ્યા પ્રમાણે મૃતકને કોઈ તકલીફ કે દુઃખ નહોતું અને પરિવાર આપઘાત પાછળ કોઈ કારણ આપ્યું નથી.જેથી પોલીસે આ મામલે ઘટતી કાર્યવાહી શરૂ કરી છે.