દૂધ ઉત્પાદકોને દૂધના ભાવમાં ફરીથી ૧૦ રૂપિયા વધારો કરી ૮૧૦ ભાવ કરાયો
વર્ષના ઇતિહાસ પછી આ વર્ષે ૩૭૫ કરોડ રૂપિયાનો ભાવ વધારો આપી રેકોર્ડ તોડ્યો છે
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
મહેસાણા દૂધસાગર ડેરી ખાતે આજે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો અને મંડળીઓ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.આજે સાધારણ સભા દરમિયાન ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર ૯૧૦ કરોડ ના વધારા સાથે ૬૯૩૮ કરોડ પહોંચ્યું હોવાનું જણાવ્યું હતું.
દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ દૂધ ઉત્પાદકો માટે જાહેરાતો કરી તેમજ દૂધસાગર ડેરીનું વાર્ષિક ટર્નઓવર ૯૧૦ કરોડના વધારા સાથે ૬૯૩૮ કરોડે પહોંચ્યું હોવાનું અશોક ચૌધરીએ જણાવ્યું હતું. દૂધસાગર ડેરીના દૂધ ઉત્પાદકોને ૬૩ વર્ષના ઇતિહાસમાં ગત વર્ષે ચૂકવાયેલ સૌથી વધુ ૩૨૧ કરોડ રૂપિયાના ભાવ વધારાનો રેકોર્ડ તોડી આ વર્ષે ૩૭૫ કરોડ ભાવ વધારો ચૂકવાશે,ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોના લેવાતા વીમામાં ઉંમર મર્યાદા ૫૯ વર્ષ હતી તે વધારી ૬૫ વર્ષ કરાઈ છે.તેમજ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોના મરણ સમયે ચુકવાતી વિમાની રકમ રૂ ૩૫,૦૦૦ હતી તે વધારી ૧,૦૦,૦૦૦ લાખ રૂપિયા કરાઈ છે. દૂધ સાગર ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને અકસ્માતથી મરણ સમયે વિમાની ચુકવાતી રકમ એક લાખ રૂપિયા હતી તે વધારી બે લાખ રૂપિયા કરાઈ હતી.
દૂધ ઉત્પાદકોને ચુકવાતા દૂધના ભાવમાં ફરીથી દસ રૂપિયાનો વધારો કરી ૮૧૦ રૂપિયા ભાવ કરાયો હતો.તેમજ દૂધ મંડળીઓને ૧૦% ડિવિડન્ડ ચુકવાશે. ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું કે દૂધસાગર ડેરીમાં ૬૩ મી સાધરણ સભા યોજવામાં આવી. જેમાં દર વર્ષે દુધનો જે ભાવ વધારો કરાય છે.એ આટલા વર્ષના ઇતિહાસ પછી આ વર્ષે ૩૭૫ કરોડ રૂપિયાનો ભાવ વધારો આપી રેકોર્ડ તોડ્યો છે. સભા સદની વીમા યોજના વીમા યોજનામાં વધારો કર્યો છે. દુધનો ભાવ ૮૦૦ રૂપિયા હતો તે ૮૧૦ રૂપિયા કરાયો. આ બધા ર્નિણયોથી પશુ પાલકો ખુશ છે.પશુ પાલકોની આર્થિક કામગીરી વધે તે માટે દૂધસાગર ડેરી કામ કરી રહી છે. કેટલાક લોકો ડેરીના સારા વહીવટને સહન નથી કરી શકતા એટલા માટે આ વહીવટીને બદનામ કરવાનું કારસ રચી રહ્યા છે.દૂધસાગર ડેરીમાં પાર દર્શક વહીવટી કરવામાં આવે છે.એટલા માટે આ ડેરી સો સવા સો કરોડ નફો કરતી ડેરી આજે ૩૦૦ કરોડ થી વધુ નફો કરી રહી છે.
મહેસાણા દૂધ સાગર ડેરીમાં વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી. જે મામલે આજે ડેરી બહાર કોઈ અઘટિત ઘટના ન બને એ માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.જેમાં દૂધ ભરી આવતા ટેન્કરો રોડ ની સાઈડમાં કરી દેવામાં આવ્યા હતા. તેમજ ડેરીમાં સભામાં આવતા તમામ લોકોની ગાડીઓ ચેક કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવતી હતી.જાેકે કેટલાક ગામડાઓ માંથી આવેલા લોકો ડેરી સામે આવેલ દુકાનોમાં ટોળેટોળાં મા બેઠેલા જાેવા મળ્યા હતા. જ્યાં પોલીસની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી હતી. જાેકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાધરણ સભા પૂર્ણ થઈ હતી.