મહેસાણા જિલ્લા કલેકટર એમ.નાગરાજનના હસ્તે લાભાર્થીને ચેક અર્પણ કરાયો
ચૂંટણી ફરજ દરમિયાન અવસાન પામેલ કર્મચારીના વારસદારને ઉચ્ચક વળતર મંજુર કરવામાં આવે છે.
(પ્ર.ન્યુ.સ) મહેસાણા વિધાનસભા ચૂંટણી ફરજ દરમિયાન અવસાન પામેલ રાજસ્થાનના બાડમેર જિલ્લાના હેમારામ ચૌધરીના પત્ની પાર્વતીબેન ચૌધરીનેસરકારશ્રી તરફથી મળેલ રૂ ૧૫ લાખનો ચેક જિલ્લા કલેકટર એમ નાગરાજને એનાયત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ દરમિયાન ચૂંટણી પંચે બંદોબસ્ત માટે સીમા સુરક્ષા દળ (રાનીધુલી) (આસામ)ની છઠ્ઠી બટાલીયન ફાળવી હતી. આ બટાલીયના ૩૨ વર્ષીય જવાન શ્રી હેમારામ ગોગારામ ચૌધરી ૦૫ નવેમ્બરના બીમાર થતાં કડી તાલુકાની કુંડાળ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. કુંડાળ હોસ્પિટલમાં તબિયત વધુ ખરાબ થતાં સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાર્ટની અસર જણાતાં તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૦૭ નવેમ્બરના રોજ રાત્રીના ૧૦-૪૪ કલાકે તેમનું અવસાન થયું હતું. ચૂંટણી ફરજ દરમિયાન અવસાન પામેલ કર્મચારીના વારસદારને ઉચ્ચક વળતર મંજુર કરવામાં આવે છે. જે ધ્યાને લઇને પોલીસ અધિક્ષક મહેસાણાની દરખાસ્તને વહીવટીતંત્ર મહેસાણાએ ગાંધીનગર મોકલતાં રૂ ૧૫ લાખની ઉચ્ચક સહાય મંજુર કરવામાં આવી હતી., હેમારામ ચૌધરીનું લગ્ન ૨૮ એપ્રિલ ૨૦૧૭ના રોજ થયું હતું.રાજસ્થાન બાડમેર જિલ્લાના વતની રાઉજી કી ધાન પોસ્ટ ખ્વાસ વતનના હતા. ચૂંટણી ફરજ દરમિયાન કડી તાલુકામાં ફરજ સમયે તેઓ બીમાર પડ્યા હતા અને અમદાવાદ સિવિલમાં અવાસન થયું હતું.ચૂંટણી ફરજ દરમિયાન અવસાન પામેલ એસ.એસ.બીના જવાન હેમારામ ગોમારામના ધર્મપત્ની પાર્વતી ચૌધરીને રૂ ૧૫ લાખનું ઉચ્ચક વળતરનો ચેક જિલ્લા કલેકટર એમ નાગરાજને એનાયત કર્યો હતો. ચેક એનાયત સમયે જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.એમ તુવર સહિત જવાનના પરીજનો ઉપસ્થિત રહ્યા હતા.