13.6 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
Breaking NewsUncategorizedગુજરાતદેશ

વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે યોગ દિવસની ઉજવણી

  • યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિધાર્થી અને તમામ કર્મચારીઓ જોડાયા યોગ દિવસ ની ઉજવણીમાં જાેડાયા
  • યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ દ્વારા કરાયું હતું આયોજન
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
આજના આ ટેક્નોલોજી યુગમાંયોગ અને વ્યાયામ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશથીસંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા નક્કી કરવામાં આવેલ વિશ્વના ૧૭૦થી પણ વધારે દેશોમાં ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસઉત્સાહભેર ઉજવવામાં આવે છે.
વિશ્વયોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી,વિસનગર ખાતે યોગાચાર્યશ્રી રત્નાકર પાઢના માર્ગદર્શનમાં યુનિવર્સિટીના ૧૫૦૦થી પણ વધુ કર્મચારીઓ અને વિધાર્થીઓ દ્વારા યોગ અને પ્રાણાયામ કરવામાં આવ્યા હતા અને યોગ, વ્યાયામ તથા પ્રાણાયામના શારીરિક અને માનસિક ફાયદા પર પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે યોગએમાત્રશારીરિકકસરતનથીપણસ્વસ્થરહેવાનોઅનોખોઅભિગમછે. જેથીનિયમિતપ્રેક્ટિસથીમન, શરીરઅનેઊર્જામાંચેતનભરીશકાયછે.
આ દિવસે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના એન.એસ.એસ. વિભાગ દ્વારા યોગાસન અને સૂર્યનમસ્કાર પ્રતિયોગિતાનું પણઆયોજન કરવામાં આવેલ હતું જે અંતર્ગત વિજેતા ફેકલ્ટી અને વિધાર્થીઓને ઉપસ્થિત મહેમાનશ્રી,યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ, રજીસ્ટ્રારના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશ પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે આજના આ વ્યસ્ત જીવનમાં યોગ અને કસરતનું ખુબજ મહત્વ રહ્યું છે. જેમાં યોગએ વ્યવહારીક રીતે શરીર અને મનને સ્વસ્થ રાખવામાં ખુબજ ઉપયોગી છે.તેઓશ્રીએ યોગ અને અન્ય પ્રવુતિઓ દર માસે કર્મચારીઓ અને વિધાર્થીઓના લાભાર્થે શરૂ કરવા આહવાન કર્યું હતું. જે માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીવિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સ્પોર્ટ્‌સ, યોગ, હેલ્થ એકેડેમી, જેવા અનેક વિષયો પર યોગ્ય માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. ગત વર્ષે ૮૪થી પણ વધુ વિધાર્થીઓએ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં પોતાનું સામર્થ્ય પ્રદર્શિત કર્યું હતુંજે યુનિવર્સિટી માટે ગર્વની બાબત છે.
કાર્યક્રમના સફળ આયોજન બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ ડો. પ્રફુલકુમાર ઉદાણી, રજીસ્ટ્રાર ડો.કે.એ.પટેલ સાહેબ તથા સમગ્ર યુનિવર્સિટી પરિવાર દ્વારા આયોજકો અને એન.એસ.એસ.યુનિટને શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

મહેસાણામાં ૫ વર્ષ પહેલા મંજૂરી વગર રેલી યોજવાના કેસમાં જિગ્નેશ મેવાણી સહિત ૧૦ આરોપીઓને સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

Prajashahi

મહેસાણામાં વિધાનસભાની ચૂંટણી ફરજ દરમિયાન અવસાન પામેલ બાડમેર જિલ્લાના સુરક્ષા જવાનની પત્નિને સહાય પેટે રૂા.૧૫ લાખનો ચેક અપાયો

Prajashahi

મહેસાણા હાઈવે પર પડેલા ખાડામાં અકસ્માત ન સર્જાય તે માટે તાલુકા પીઆઈ વી.આર. વાણિયાએ જાતે સ્થળ ઉપર બેરીકેટ ઉભા કર્યા

Prajashahi