13.6 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
Breaking NewsUncategorizedગુજરાત

મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા બાઈક રેલી ૭ કિલોમીટર રાજમાર્ગો ઉપર ફરી લોકોમાં જાગૃતિના પ્રયાસો હાથ ધર્યા

  • એક પૃથ્વી એક સ્વાસ્થ્યની થીમ ઉપર વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે
  • જિલ્લા પોલીસ વડા અચલ ત્યાંગીએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું
  • યોગ દિવસની ઉજવણીમાં ૬ લાખથી વધુ યોગ સાધકો જાેડાનાર છે
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
આગામી ૨૧ જૂન ૨૦૨૩ ના રોજ ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ની થીમ પર વિશ્વ યોગ દિવસની દેશભરમાં ઉજવણી થનાર છે .જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા બાઈલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બાઈક રેલીને જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીના વરદ હસ્તે લીલીઝડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છેકે મહેસાણા જિલ્લામાં પોલીસ હેડ ક્વાટર્સ ખાતે સવારે ૦૫-૪૫ કલાકથી યોગ દિવસની ઉજવણી થનાર છે. આ ઉપરાંત આઇકોનીક સ્થળોમાં શર્મિષ્ઠા તળાવ અને સાર્વજનિક સ્કુલ સહિત જિલ્લાના અન્ય ત્રણ હજાર જેટલા સ્થળોએ થનાર યોગ દિવસની ઉજવણીમાં ૦૬ લાખથી વધુ યોગ સાધકો જાેડાનાર છે.
મહેસાણા પોલીસ વિભાગ દ્વારા આયોજીત બાઇક રેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઇ રાધનપુર ચાર રસ્તા,મોઢેરા ચાર રસ્તા,ભમ્મરિયા નાળા,તોરણવાળી માતા,પરા ટાવર,સમર્પણ ચોક,હૈદરી ચોક,ઝૂલેલાલ ચોક,રક્ષાશક્તિ સર્કલથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરત ફરી હતી. મહેસાણા જિલ્લાના પોલીસ કર્મયોગીઓ ૦૭.૦૫ કિલોમીટરની બાઇક રેલી શહેરના રાજમાર્ગો પર ફરી લોકોમાં જાગૃતિ અંગે પ્રયાસો હાથ ધર્યા હતા.વિશ્વ યોગ દિવસની જાગૃતિ માટે આ રેલી યોજાઈ હતી. આ બાઈક રેલીમાં પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ,કર્મચારીઓ,યોગ સાધકો જાેડાયા હતા. આ અવસરે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક દેસાઇ, જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરી,પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ,કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

બેચરાજી ખાતે ત્રિ દિવસીય ચૈત્રી લોકમેળાનો પ્રારંભ કરાયો

Prajashahi

કડીની સનસનાટીભરી રૂપિયા ૫૨ લાખની લૂંટની ઘટનાનો પર્દાફાશ

Prajashahi

મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીના ૪૪માં સ્થાપના દિવસની ઉજવણી

Prajashahi