13.6 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
Breaking NewsUncategorizedગુજરાતરાજકારણ

ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઇ પટેલે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને ૫૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરાવ્યા

  • સેવાકીય પ્રવૃત્તિમાં સદાય અગ્રેસર ઊંઝા એપીએમસી વધુ એક વખત હાકલ પહેલા આગળ આવી
  • ઊંઝા એપીએમસી દ્વારા આવતીકાલે ફૂડ પેકેટ તૈયાર કરી અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવશે
  • હાકલ પહેલા જ ઊંઝા એપીએમસી મદદમાં હાજર ફુલવડી,મીઠાઈ અને અન્ય જરૂરી વસ્તુઓની કિટ્‌સ તૈયાર કરાઈ
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઇ પટેલ દ્વારા વાવાઝોડાને પગલે કચ્છ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં નાગરીકોને સલામીતના ભાગરુપે સેલ્ટર હોમમાં રખાયાં છે ત્યારે તેમના માટે ફૂલવડી અને સુખડીના પેકેટ બનાવવામાં આવી રહ્યાં છે. મહત્વની બાબત છે કે, માનવ સેવાના કાર્યોમાં દિનેશભાઇ પટેલે હરહંમેશા પોતાની ઉદારતાં અને દયાની ભાવનાને પ્રાથમિકતાં આપી માનવ સેવાના કે જીવદયાના કાર્યમાં પોતાની નૈતિક ફરજ સમજી જવાબદારી નિભાવી છે.
હાલમાં ગુજરાતના દરિયા કાંઠે વાવાઝોડાનું સંકટ જાેવા મળી રહ્યું છે.બીપરજાેય વાવાઝોડું આગામી દિવસોમાં ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે.ત્યારે આવા વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે તાત્કાલિક જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ અને ફૂડ પેકેટની જરૂરિયાત ઉભી થવાના પ્રશ્નો સામે આવતા હોય છે. આવા માહોલમાં ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઇ પટેલના નેતૃત્વમાં તેમની ટીમ દ્વારા ફૂલવડી અને સુખડીના પેકેટ બનાવવાની તડામાર કામગીરી ચાલી રહી છે.
ઊંઝા ખેતીવાડી ઉતપ્ન્‌ન બજાર સમિતિનાં ચેરમેન દિનેશભાઇ પટેલ પણ માનવ સેવાના આ યજ્ઞમાં જાેડાઇ ગયા છે. દિનેશભાઇ પટેલ દ્વારા વાવાઝોડાને પગલે સેલ્ટર હોમમાં રખાયેલા લોકો માટે સુુકા નાસ્તો ફૂલવડી તેમજ સુખડી બનાવવાનું શરુ કરી દેવાયું છે. ગુજરાતમાં આગામી ૧૫ જૂનથી વાવાઝોડાની સંભાવના તેમજ ભારે વરસાદ પડવાની શક્યતાને પગલે ગંભીર પરિસ્થિતિમાં સુકો નાસ્તો બનાવવાનું આયોજન ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઇ પટેલ દ્વારા શરૂ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે.

Related posts

પૂરતો અભ્યાસ ના કર્યો હોય એવા વિદ્યાર્થીઓને નકલી સર્ટિફિકેટ બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ

Prajashahi

મહેસાણા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીનું જિલ્લા જેલમાં સર્ચ ઓપરેશન

Prajashahi

વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે યોગ દિવસની ઉજવણી

Prajashahi