મરતોલી ગામમાં રહેતો ઠાકોર ભાથજી બાબુજી ઘરમાં વિદેશી દારૂનો વેપાર કરે છે
(પ્ર.ન્યુ.સ) મહેસાણા મહેસાણા જિલ્લામાં હાલમાં ઠેરઠેર જગ્યાએથી પોલીસ દ્વારા દરોડા પાડી વિદેશી દારૂ ઝડપવામાં આવી રહ્યો છે.ત્યારે મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસે બાતમી આધારે મરતોલી ગામે રહેતા બુટલેગરના ઘર આંગણે પડેલ ગાડી માંથી વિદેશી ૧ લાખથી વધુનો વિદેશી દારૂ કબ્જે કરી બુટલેગર ને ઝડપી તજવીજ આદરી છે. સાંથલ પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલીગ પર હતા.એ દરમિયાન તેઓને બાતમી મળી હતી કે મરતોલી ગામે રહેતો ઠાકોર ભાથીજી બાબુજી ઘરમાં વિદેશી દારૂની વેપાર કરે છે.તેમજ ઘર આંગણે પડેલ ગાડીમાં વિદેશી દારૂ રાખેલ છે. બાતમી આધારે સાંથલ પોલીસે દરોડા પાડી ઘર આંગણે પડેલ ય્ત્ન૧૮મ્છ૫૪૮૯ નમ્બર ની ગાડી માં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. સમગ્ર મામલે પોલીસે આ કેસમાં ઠાકોર ભાથીજી બાબુજી ને ઝડપી ગાડી માંથી ૧,૭૦,૯૫૦ નો વિદેશી દારૂ તેમજ ૩ લાખની ગાડી મળી કુલ ૪,૭૨,૯૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.