(પ્ર.ન્યુ.સ) મહેસાણા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા ખાતે ત્રી- દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન મેગા એક્સ્પો -૨૦૨૩નો પ્રારંભ થયો છે.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સરદાર ધામ અને ગુજરાત પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન દ્વારા ત્રિ-દિવસીય મેગા એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે તે ખરેખર સહરાનિય છે.
ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળથી ગુજરાતમાં શરુ થયેલી અવિરત વિકાસની સફળતાને કારણે આજે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. એટલુ જ નહિ આજે ગુજરાત તમામ ક્ષેત્રોમાં ખુબ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી વિકાસની રાજનીતિને કારણે આજે ગુજરાતના દરેક ગામડાઓ સુધી પાક્કા માર્ગ અને વીજળી પહોંચી છે. વીજળી અને રસ્તાઓ બનવાને કારણે સરળતાથી પાણી પણ ગામડાઓ સુધી પહોંચ્યું છે.
મુખ્યમંત્રી શ્રીએ મહેસાણા ખાતે આયોજિત ગ્લોબલ પાર્ટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝ મેગા એક્સ્પો -૨૦૨૩ની વાત કરતા કહ્યું કે, આ એક્સ્પોમાં ૩૦૦ જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં આ પ્રકારનું આયોજન પ્રથમ વખત થઈ રહ્યું છે. આ એક્સ્પો એટલા માટે પણ મહત્વનો થઈ જાય છે કે પાટીદાર સમાજે તમામ સમાજને સાથે રાખીને આગળ વધવાનો જે પ્રયાસ કર્યો છે તે પણ એક સહરાનીય છે. યુવા ઉદ્યોગકાર અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનો માટે આ એક્સ્પો અનેક તકો લઈને આવ્યું છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં છેલ્લા ૩ વર્ષથી ગુજરાત ટોપ પર છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
બિઝનેસ મેગા એક્સપો અંગે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આવા ઉપક્રમોને કારણે બિઝનેસમેન એક છત તળે એકત્ર થાય છે અને બિઝનેસના નવા આયામો સર્જાય છે, સાથે સાથે નવી તકો ઉપલબ્ધ થાય છે. ઉદ્યોગ સાહસિકો પરસ્પર નજીક આવે છે અને સહિયારી પ્રગતિ કરે છે.
અંત્રે ઉલ્લેખનિય છે કે, આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન મેગા એક્સ્પોમાં આશરે ૩૦૦ જેટલા વિવિધ વેપાર-ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકોએ ભાગ લીધો છે. સરદારધામ આયોજિત મિશન – ૨૦૨૬ અંતર્ગત આર્થિક અને ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે ય્ઁમ્ર્ં ઉત્તર ગુજરાત ઝોન આયોજિત ય્ઁમ્ર્ં મેગા એક્સ્પો-૨૦૨૩ યોજાયો છે.
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ઉમિયા ધામ ઊંઝા સંસ્થાનના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ, મહેસાણાના સાંસદ શ્રીમતિ શારદાબેન પટેલ, પૂર્વ ગૃહમંત્રી શ્રી રજનીભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ,શ્રી કિરીટભાઈ પટેલ, સરદારધામના પ્રમુખ શ્રી ગગજીભાઈ સુતરીયા (વર્ચ્યુઅલ ઉપસ્થિતિ) તથા ટ્રસ્ટીઓ, દાતાઓ, વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો, સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.