મહેસાણા સહિત અનેક વિસ્તારમાં વિજળીના કડાકાભડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો
વરસાદ અને ઠંડો પવન ફૂંકાતા ગરમીથી લોકોને રાહત થઈ
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
મહેસાણામાં આજે વહેલી સવારે પાંચ કલાકે એકાએક ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ ગયા હોવાની પણ વિગતો સામે આવી હતી. ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા વહેલી સવારે વોકિંગ પર જતાં લોકોએ બહાર જવાનું પણ ટાળ્યું હતું. મહેસાણા શહેરના ગોપીનાળા તથા ભમરિયાળા નાળામાં દર વખતની જેમ આ વખતે પાણી ભરાઈ જતાં વાહન ચાલકો અટવાયા હતા. ખાસ કરીને શહેર -૧માંથી શહેર-રમાં જતાં વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો. નજીવા વરસાદે ઠેર ઠેર પાણી ભરાઈ જતાં પ્રિમોન્સૂન પ્લાન કાગળ ઉપર રહેવા પામ્યો હોય તેવું દેખાતું હતું.
મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જાેકે આજે વહેલી સવારે મહેસાણા સહિત તાલુકાઓમાં સવારે પાંચ કલાકના અરસામાં ગાજવીજ સાથે એકાએક પડેલા વરસાદને કારણે મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા. સવારે ૭.૩૦ સુધી ગાજ વીજ સાથે મહેસાણા શહેરમા વરસાદ વર્ષીય રહ્યો. ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતા