માત્ર પડતર કિંમતે વિધાર્થીઓને ચોપડા અને નોટબુકનું વિતરણ
એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા શરૂ કરાઇ છે અનેકવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિ
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
આજરોજ ઊંઝા APMC દ્વારા ચોપડા વિતરણ ચાલુ કરાયું હતું. APMC ઊંઝા દ્વારા જાહેરાત કરી આજુબાજુ ગામડાઓમાંથી તેમજ શહેરમાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ચોપડા લેવા માટે લાઈનોમાં ઉભા થઇ ગયા હતા. ઊંઝાAPMC માં રાહત દરના ચોપડા લેવા માટે લાંબી લાંબી લાઈનો લાગી હતી. ઊંઝા APMC ચેરમેન દિનેશ પટેલની સરાહનીય કામગીરી બદલ ચોપડા લેવા આવેલા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી ઉત્તમ ક્વોલીટીની નોટબુક-ચોપડા રાહતદરે આપવાની સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. જેના થકી વિધાર્થીઓ વાસ્તવિક રીતે લાભાવિન્ત બન્યા છે. જેનો ઊંઝા શહેર તથા તાલુકાના લોકોનો સારો પ્રતિસાદ સાંપડેલો છે. સમગ્ર ભારતભરમાં ખ્યાતનામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝાના ચેરમેનના નાતે આપ સૌ સમક્ષ શિક્ષણને વેગ મળે તે ઉદ્દેશ્યથી રાહતદરની નોટબુક ચોપડાનું જાહેર વિતરણ ખુલ્લુ મુકતાં લોકો આનંદ અનુભવી રહ્યા છે.