-2.6 C
New York
November 29, 2023
Praja Shahi
Breaking News
Breaking Newsગુજરાતરાજકારણ

મહેસાણા જિલ્લાની જનતાની સમસ્યા કોઈ નહિ સાંભળે તો ‘આપ’ ના કાર્યકરો અવાજ ઉઠાવશે

  • ભાજપ રાજમાં જેનો કોઈ નથી તેનું આમ આદમી પાર્ટી મદદગાર બની ઉભી રહી
  • આમ આદમી પાર્ટીએ જનતાની સમસ્યા સાંભળવા મોબાઈલ નંબર જાહેર કર્યો
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
ગુજરાતમાં આમ આદમી પાર્ટી તાજેતરમાં વિધાનસભાની બેઠકો પર ચૂંટણી લડી હતી અને ગુજરાતમાં લડેલી ચૂંટણીના બળ પર આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પક્ષ તરીકેની શ્રેણીમાં સ્થાન મેળવીને ગુજરાતમાં પોતાના મૂળિયા ઉંડા કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાની પ્રજાને પડતી પ્રશાસનિક સમસ્યાઓ માટે પોતાના વોટ્‌સએપ નંબર જાહેર કરવામાં આવ્યોં છે. ત્યારે મહેસાણા ખાતે જિલ્લા પ્રમુખશ્રી જયદેવસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર દેશમાં ભાજપ શાસનમાં થયેલ ભ્રષ્ટચાર અને તાનાશાહીના અભૂતપૂર્વ વિકાસ બાબતે સંવેદના પ્રકટ કરી હતી. તેમજ ગુજરાતમાં ભાજપ શાસનના ભ્રષ્ટાચાર અને તાનાશાહીઓથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યાં છે.
આમ જનતાના શિક્ષણ,સ્વાસ્થ્ય, કચેરીઓમાં થતી મનમાનીઓ અને ભ્રષ્ટાચાર સહિત જનહિતના કામોમાં કરવામાં આવતી બેદરકારીઓ વગેરે જેવા પ્રશ્નો ના નિરાકરણ લાવવા માટે આમ આદમી પાર્ટીએ હેલ્પ લાઇન નંબર ૮૪૮૮૮ ૧૧૦૪૮ જાહેર કરીને આહવાન કર્યુ છે કે, આપેલ હેલ્પ લાઇન નંબર પર મહેસાણા જીલ્લાની જનતા પોતાને પડનાર કોઈપણ પ્રકારની પ્રશાસનિક સમસ્યાઓ કે પ્રશ્નો બાબતે નિઃસંકોચ, ર્નિભયપણે રજુઆત કરી શકશે જેની વિગત સંપૂર્ણ ગુપ્ત રહેશે અને જનતાની સમસ્યાઓ કે પ્રશ્નોના નિરાકરણ માટે આમ આદમી પાર્ટી મહેસાણા ટિમ કટિબદ્ધ હોવાનું જણાવેલ હતું.
સાથે સાથે જણાવ્યું હતું કે, સમસ્યાઓ કે પ્રશ્નો બાબતે પાર્ટી મારફતે કરવામાં આવેલ કાર્યવાહી કે લડત અંગે જે તે ફરિયાદી જનતાને માહિતગાર પણ કરતા રહેવામાં આવશે. તદુપરાંત જણાવેલું કે આમ આદમી પાર્ટી જનહિતના પ્રજાલક્ષી કામોને લઈને હમેશા આક્રમક રહેલી છે અને ભવિષ્યમાં પણ આક્રમકતાથી લડતી રહેશે.

Related posts

બેફામ ડ્રાઇવરોની ઘોરબેદરકારી: કચ્છ બોર્ડર રેન્જ આઈજીના બંગલાંમાં મહિનામાં બીજીવાર ટ્રેલર ઘૂસ્યું, સદનસીબે જાનહાનિ ટળી, દિવાલને નુકસાન

cradmin

મહેસાણા એલસીબીએ આ ચોરીને અંજામ આપનાર ટોળકીને ઝડપી લીધી

Prajashahi

મહેસાણા એલસીબીના દરોડા ઃ કડીના બલાસર ગામેથી દેશી દારૂ ગાળવાનો વોસ અને દારૂ ઝડપી પાડ્યો

Prajashahi