13.6 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
Breaking Newsઅપરાધગુજરાત

કડીની સનસનાટીભરી રૂપિયા ૫૨ લાખની લૂંટની ઘટનાનો પર્દાફાશ

(પ્ર.ન્યુ.સ) મહેસાણા
મહેસાણા જિલ્લાના કડીમાં દિન દહાડે થયેલી રૂપિયા ૫૨ લાખની સનસનાટીભરી લૂંટનો જિલ્લા પોલીસ દ્વારા ગણત્રીના દિવસોમાં પર્દાફાશ કરવામાં આવ્યો છે. ક્રાઈમ પેટ્રોલ અને સીઆઈડી જેવી ટીવી સીરીયલ જાેઈને ઘટનાને અંજામ આપનાર ગુનેગારોને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. રૂપિયા ૩૯.પ૦ લાખ રૂપિયા અને સાથે લૂંટારૂ ટોળકીને પોલીસે પકડી પાડી છે. આરોપીએ લૂંટને અંજામ આપી રોડક રકમ ખેતરમાં સંતાડી બાદમાં સીસીટીવી કૂટેજ સોશ્યિલ મિડિયામાં વાયરલ થતાં આરોપીને રાજસ્થાન તરફ ભાગ્યા હતા. પરંતુ પોલીસના હાથે બહુ લાંબા હોય તે કહેવત અનુસાર આરોપીને રાજસ્થાન પહોંચે તે પહેલા ગુનેગારોને ઝડપી પાડ્યા હતા.
કડીના નાની કડી રોડ ઉપર નાગરિક બેંક ૩૫,૪૪,૨૮૦ અને નાની કડી રોડ ઉપર આવેલા રામકૃષ્ણ જેની ફેક્ટરીમાંથી ૧૬,૮૧,૧૦૦ લઈને બાલાજી બ્રોકર્સના મહેતાજી ઇન્ટરનો ઉપર પૈસા લઈને પોતાની ઓફિસે જઈ રહ્યા હતા. જે દરમિયાન મેઘના છાત્રાલયની સામે એક ગાડી ચાલકે જેઓને ટક્કર મારી હતી અને બે બાઈક સવારો લાખો રૂપિયાનો થેલો લૂંટી ફરાર થઈ ગયા હતા. જ્યાં લૂંટની ઘટનાને લઇ મહેસાણા જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી એલસીબી એસઓજી કડી પોલીસ સહિતનો સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. મહેતાજી જગદીશભાઈ પટેલ ઇન્ટરનો ઉપર રૂપિયા લઈને આવી રહ્યા હતા અને તેમની સાથે લૂંટ થતા એલસીબી તેમજ અન્ય પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન એલસીબીએ વિવિધ ૪૦ જેટલા સીસીટીવી ચેક કર્યા હતા. તેમજ પાંચ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી.
કડીના નાની કડી રોડ ઉપર લૂંટનો બનાવ બનતા મહેસાણા જિલ્લા પોલીસવડા અને ડીવાયએસપી સતત આ ઘટના ઉપર નજર રાખી રહ્યા હતા અને આરોપીઓને ઝડપી પાડવા માટે એલસીબીના પીઆઇને સુચના આપી હતી. જે અંતર્ગત અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી. જે દરમિયાન સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે, લૂંટમાં વપરાયેલી બાઈક રાહુલસિંહ રાજપુરની છે અને બ્લુ કલરની સ્વિફ્ટ ગાડી રાહુલ સિંહ ઉર્ફે સની લાલજીની છે અને આ લૂંટ કરી સ્વીફ્ટ ગાડી લઈ પાંચે ઈસમો હાલ રાજપુરથી નંદાસણ તરફ આવી રહેલા છે. જેવી માહિતી મળતાની સાથે જ એલસીબીએ અલગ અલગ ટીમો બનાવીને નવાપુરા પાટીયા પાસેથી પાંચે ઇસમોને ઝડપ્યા હતા અને એલસીબીએ કડક હાથે પૂછતાછ કરતા પાંચે ઈસમોએ લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી.
કડીના નંદાસણ રાજપુર વચ્ચે આવેલા નવાપુરા પાટીયા પાસેથી નાની કડી રોડ ઉપર બનેલ લૂંટના આરોપીઓને સ્વીફ્ટ ગાડી સાથે ઝડપી પાડ્યા હતા અને સાંજે આરોપીઓ રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા. તેઓને રૂપિયા છ લાખ સાથે ઝડપ્યા હતા અને ૩૫,૫૦,૦૦૦ તેઓએ રાજપુર ગામે આવેલા એક ખેતરમાં ઘઉંના દૂરમાં સંતાડેલા હતા. જ્યાં આરોપીઓ સાથે એલસીબી સ્ટાફના માણસો પહોંચી તે રૂપિયાનો કબજાે લીધો હતો અને સ્વિફ્ટ ગાડી સાથે રૂપિયા ૪૬,૫૦,૦૦૦ કબ્જે કરી પાંચેય ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી.
કડીના નાની કડી રોડ ઉપર થયેલા બાવન લાખની લૂંટ મામલે મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે, કડીમાં ૧૧ તારીખે બપોર પછી એક લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં બાલાજી બ્રોકર્સ નામની પેઢીમાં કામ કરે છે અને જેનું નામ જગદીશભાઈ પટેલ તે કડી નાગરિક સહકારી બેંકમાં ગયા હતા. જ્યાંથી તેઓએ ૩૫ લાખ રૂપિયા ઉપાડ્યા હતા. આ રકમ તેઓને ખેડૂતોને આપવાની હતી. જેઓથી પાસેથી તેઓએ કપાસ ખરીદ્યો હતો તે પછી તેઓ બીજી એક જિનમાં ગયા હતા. ત્યાંથી ૧૫ લાખ રૂપિયા લીધા હતા ૫૨ લાખ રૂપિયા લઈને તેઓ જઈ રહ્યા હતા. જે દરમિયાન એક ગાડી ચાલકે ટક્કર મારી હતી. જ્યાં તેઓ પડી ગયા હતા અને જે બાદ મોટરસાયકલ આવી અને ૫૨,૦૦,૦૦૦ લઈને જતા રહ્યા હતા. જે બાબતે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.
પોલીસ દ્વારા ૪૮ કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યાર સુધી ૪૦ લાખ આસપાસ રિકવર કરવામાં આવ્યા હતા. ચાર આરોપીઓ રાજપુર ગામના છે અને એક આરોપી કડીનો છે એક ટીપર છે તે કડીનો છે. બધા જ આરોપીઓ ૧૯થી ૨૧ વર્ષના છે. પૈસા રાખવા માટે ફરવા જવા માટે અને ખર્ચા કરવા માટે પૈસા ક્યાંથી આવી શકે તેવા પ્રયાસ બધાના ચાલતા હતા. ટીપરની દુકાન બેંકની આજુબાજુ આવેલી છે અને આ લોકો જાેતા હતા કે આ માણસ કેટલા વાગે અને કયા રૂટથી અવર-જવર કરે છે અને દસ દિવસ સુધી તેઓએ રેકી કરી હતી અને પૈસા લઈને બેંકમાંથી નીકળતાની સાથે જ આરોપીઓએ લૂંટને અંજામ આપ્યો હતો. આરોપીઓ લૂંટને અંજામ આપી નાસી ગયા હતા અને તેમના ગામમાં ખેતરમાં અમુક મુદ્દામાલ સંતાડી દીધો હતો.

Related posts

ડો.શોભાનું હૃદયરોગથી મોત: રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજ પ્રોફેસરના મોત મામલે ફોરેન્સિક PMનું તારણ

cradmin

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

cradmin

મહેસાણાના બલોલ નજીક નોકરીએ જતા મિત્રોનો અકસ્માત

Prajashahi