- યુવતિ પર દુષ્કર્મ આચરી હત્યા નિપજાવી હોવાનો ખુલાસો
- આરોપી વિજય ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
- ખેરંડાના ખેતરમાંથી યુવતિનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં યુવતીની ચકચારી હત્યાના બનાવનો ભેદ ઉકેલવામાં મહેસાણા પોલીસને સફળતા હાથ લાગી છે. પોલીસે એક રિક્ષાચાલકને ઝડપી પાડી સમગ્ર મામલાનો ભેદ ઉકેલી નાખ્યો છે. યુવતી જે રિક્ષામાં સવાર થઈને ઘરે જઈ રહી હતી તે રિક્ષાના ચાલકે જ રસ્તામાં યુવતી પર દુષ્કર્મ આચરી હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી વિજય ઠાકોરની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામની યુવતી મહેસાણા મોલમાં નોકરી કરતી હતી. તે દરરોજ પોતાના ગામથી નોકરી માટે અપડાઉન કરતી હતી. પરંતુ, ૨૫મી તારીખે નોકરીએ ગયા બાદ યુવતી લાપત્તા બનતા તેમના પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૭મી તારીખે બાસણા પાસેના એરંડાના એક ખેતરમાંથી યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. જેમાં યુવતીની હત્યા નિપજાવાઈ હોવાનો ખુલાસો થતા પોલીસે અજાણ્યા વ્યકિત સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વાલમ ગામની યુવતી મહેસાણા ખાતે આવેલા એક મોલમાં નોકરી કરતી હતી જે યુવતી રોજ મહેસાણા વિસનગર અપડાઉન કરતી હતી. ૨૫ એપ્રિલના સાંજે નોકરી પતાવી પોતાના ઘરે જવા નીકળી એ દરમિયાન સિવિલ હોસ્પિટલ પાસે વાહનની રાહ જાેઈ ઉભી હતી એ દરમિયાન એક રીક્ષા આવતા યુવતી રીક્ષા ભાડે કરી વિસનગર જવા નીકળી હતી. યુવતીને રીક્ષામાં બેસાડી વિજય ઠાકોર નામનો રીક્ષાચાલક રાત્રે ૮ કલાક પછી મહેસાણાથી નીકળ્યો હતો. જ્યાં બાસણા કોલેજ આગળ આવતા જ તેણે પોતાની રીક્ષા કાચા રસ્તે લઇ જઈ એરંડાના ખેતરમાં લઇ ગયો હતો. જ્યાં યુવતી સાથે જબરદસ્તી બળાત્કાર કર્યા બાદ યુવતીને માર માર્યો હતો અને બાદમાં યુવતીએ પહેરેલા કપડા કાઢી ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
બાસણા પાસે એરંડાના ખેતરમાં યુવતી પર દુષ્કર્મ ગુજારી હત્યા નિપજાવ્યા બાદ તેની લાશ ૨૭મી તારીખે મળી આવી હતી. ત્યારબાદ પોલીસ માટે આરોપી સુધી પહોંચવું એક મોટો પડકાર હતો. પોલીસે યુવતી મહેસાણામાં જ્યાં કામ કરતી હતી તે સ્થળથી તેના ઘર સુધી રસ્તામાં આવતા તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. તેમાં નજરે પડતા તમામ વાહનોની વિગતો મેળવી હતી. જેમાં ૧૦૦ જેટલા વ્યકિતઓની પૂછપરછ પણ કરી હતી. જેમાં એક રિક્ષા શંકાસ્પદ જણાઈ આવતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે યુવતી એક રિક્ષામાં બેસી વિસનગર જઇ રહી છે.જેમાં રીક્ષા પર ગોગા મહારાજાનું સ્ટીકર લગાવેલ છે.પોલીસે રીક્ષાચાલકને ઝડપવા મહેસાણામાં ફરતા અન્ય રીક્ષા ચાલકોને પૂછતા જાણવા મળ્યું કે ય્ત્ન૦૨છેં૦૫૩૩ રીક્ષા નંબરનો ચાલક ઠાકોર વિજય બે દિવસથી મહેસાણા નથી આવી રહ્યો. જેથી પોલીસે શંકાના આધારે વિજયના ઘરે પહોંચી પૂછપરછ કરતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
રીક્ષા ચલાક યુવતીની હત્યા કર્યા બાદ રીક્ષા લઇ પોતાના ઘરે જતો હતો એ દરમિયાન રીક્ષા પર લાગેલા ગોગા મહારાજનું પોસ્ટર પિલુદરા ગામની નદી પાસે ઉખેડી ફેંકી દીધું હતું. મૃતક યુવતીનો મોબાઈલ ફોન પણ આરોપી પોતાની સાથે લઈ ગયો હતો અને રસ્તામાં જ ફેંકી દીધો હતો. પોલીસ પૂછપરછમાં પણ આરોપીએ યુવતી રસ્તામાં ઉતરી ગઈ હોવાની વાત કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, આરોપીના આ પ્રયાસો કામ લાગ્યા ન હતા.
જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે આ કેસમાં હાલ એક આરોપી ઝડપાયો છે. અન્ય કોઈ આરોપી છે કે નહીં એ અંગે તપાસ કરાશે તેમજ હત્યાના આ કેસમાં જીૈં્ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આ ટીમ કામ કરશે.