એલસીબી ટીમે ૯૬,૯૦૦ નો મુદ્દામાલ સાથે બે ઈસમોને દબોચી લીધા
જમીનની અંદર માટીના વોશ ભરેલા પતરાના ૬પ પીપળા મળી આવ્યા
૧૩ હજાર લીટર દેશી દારૂ ગાળવા માટેનો ર૬ હજારનો તૈયાર વોશ મળી આવ્યો
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકાના બલાસર ગામે દેશી દારૂનો મોટા પાયે વેપાર થતો હોવાની બાતમી મહેસાણા એલસીબી ટીમને મળી હતી.બાતમી આધારે ટીમે દરોડો પાડી મોટી સંખ્યામાં મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. મહેસાણા એલસીબી પોલીસે કડી તાલુકામાં આવેલા બલાસર ગામે રહેતા ઠાકોર ગોપાળજી હેમાજી ના ત્યાં રેડ મારી હતી. આરોપી બાવળ ની ઝાડીઓ મા દેશી દારૂ ગાળવાનો વોશ તૈયાર કરી દારૂ ગાળી મોટા પાયે વેપાર કરતો હતો.જ્યાં એલસીબી ટીમે રેડ મારી જ્યાં તપાસ દરમિયાન ૧૦૦ મીટર ના ઘેરાવમાં જમીનની અંદર માટીના વોશ ભરેલા પતરાના ૬૫ પીપળા મળી આવ્યા હતા.જેમાં કુલ ૧૩૦૦૦ લીટર દેશી દારૂ ગાડવા માટેનો તૈયાર વોસ કિંમત ૨૬૦૦૦ મળી આવ્યો હતો.
બીજી બાજુ એજ ગામમાં એલસીબીએ ઠાકોર કનુજી ઉર્ફ બગુજી અને ઠાકોર બદાજી વિરાજી ના ત્યાં પણ દરોડો પાડી તપાસ કરી જ્યાં કનુજી ઠાકોરના ત્યાંથી દેશી દારૂ ભરેલા ૩૭ કેરબા મળી ૨૦૫૦૦ નો મુદ્દામાલ તેમજ ઠાકોર બદાજી ના ત્યાં તપાસ દરમિયાન ખેતરના શેઢા પરથી દેશી દારૂ ગાળવાનો વોશ ભરેલા ૧૨૬ પતરાના પીપળા મળી કુલ ૫૦,૪૦૦ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આમ મહેસાણા એલસીબી ટીમે ૯૬,૯૦૦ નો મુદ્દામાલ ઝડપી ઠાકોર ગોપાળજી હેમાજી, ઠાકોર કનુજી ઉર્ફ બગુ,ઠાકોર બદાજી વિરાજી,ઠાકોર મહેશજી રમણજી સામે ફરિયાદ નોંધી હતી.