13.6 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
Breaking Newsઅપરાધગુજરાત

મહેસાણા એલસીબીએ આ ચોરીને અંજામ આપનાર ટોળકીને ઝડપી લીધી

વિસનગરના છોગાળા ગામમાં ત્રણ માસ પૂર્વે થયેલ ચોરી થઈ હતી
માતાજીના પ્રસંગમાં ગયેલા પરિવારના મકાનનું તાળું તોડી તસ્કરો ૯.૫૪ લાખની મત્તાની ચોરી કરી ગયા હતા
ટોળકીના બે શખ્સ ને ૮.૭૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
ટોળકીનો એક શખ્સ હજુ ફરાર
(પ્ર.ન્યુ.સ) મહેસાણા મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકાના છોગાળા ગામે ત્રણ માસ અગાઉ મકાનના તાળા તોડી ઘરમાં પડેલા સોના-ચાંદીના દાગીના મળી કુલ ૯ લાખ ૫૪ હજાર ૭૦૦ના મત્તાની ચોરી કરનારા તસ્કરોને એલસીબી ટીમે ઝડપી લીધા છે.

મહેસાણાની એલસીબીના છજીૈં રાજેન્દ્રસિંહ તથા છજીૈં દિલીપસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બે ઈસમો નમ્બર પ્લેટ વગરના બાઇક પર સવાર થઈ હોટેલ માટેલની સામે જતા રોડથી રેલવે નાળા થઈ વડનગરી દરવાજા તરફ જવાના છે. આ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી બાઈક પર આવતા ઠાકોર સેધાજી જહાજી અને ઠાકોર કિરણજી અજિતજીને ઝડપી લીધા હતા.

પોલીસને તપાસ દરમિયાન પ્લાસ્ટિકની થેલીમાંથી ધાતુના દાગીના મળી આવ્યાં હતા. જે દાગીના સોનીને બતાવતા સોના ચાંદીના હોવાનું સામે આવ્યું હતું. જ્યાં દાગીના અંગે પોલીસે પૂછતાછ કરતા ચોરોએ કબુલાત કરી કે, ત્રણ માસ અગાઉ વિસનગરના છોગાળા ગામે મકાન બંધ કરી પરિવાર શોભાયાત્રા જાેવા ગયો એ દરમિયાન મકાનના તાળા તોડી સમગ્ર ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસ બે આરોપીને ઝડપી પ્રજાપતિ પ્રવીણને ઝડપવા તજવીજ આદરી છે.

ઝડપાયેલા ઠાકોર કિરણજી સજીતજી સામે અગાઉ સિદ્ધપુર પોલીસ મથકમાં ગુના નોંધાયા છે. તેમજ પોલીસે આ કેસમાં સોનાના પૈયા હર કિંમત ૩,૫૦,૦૦૦ સોનાના કાને પહેરવાની આગનીયા કિંમત ૬૦,૦૦૦ સોનાની વીંટી કિંમત ૩૫,૦૦૦, સોનાની લોકેટ ૧,૫૦,૦૦૦, સોનાનું મંગળ સૂત્ર કિંમત ૧,૬૫,૦૦૦, સોનાની કાનની બુટ્ટી કિંમત ૭૫,૦૦૦, ચાંદીના સિક્કા કિંમત ૨,૮૦૦, ચાંદીની વીંટી કિંમત ૨૫૦૦, ચાંદીની ચેન ૧૫૦૦, મોટર સાયકલ કિંમત ૨૫૦૦૦, મોબાઈલ ફોન કિંમત ૫૦૦૦ મળી કુલ ૮,૭૧,૮૦૦નો મુદ્દામાલ ઝડપી વધુ તપાસ આદરી હતી.

Related posts

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા વડનગર ખાતે “કાવ્ય કળશ”નું આયોજન

Prajashahi

મહેસાણાના મરતોલીમાં ઘર આંગણે પડેલી કારમાંથી ૧ લાખથી વધુનો વિદેશી શરાબ ઝડપાયો

Prajashahi

મહેસાણામાં વહેલી સવારથી જ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ઘરકાવ

Prajashahi