-
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લા જય માતાજી ભા ગ્રુપ દ્વારા આયોજીત
-
દ્વિતીય ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ
-
વિકસીત ભારત માટે સૌ સાથે મળીને ગુજરાતને વિકસિત બનાવીએ- મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણ જિલ્લા દ્વારા આયોજીત સમૂહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રધાનમંત્રીશ્રીના પ્રયત્નોના ફળશ્રુતિ રૂપે આજે રાજ્યમાં દરેક સમાજનો સર્વાંગિ વિકાસ થઇ રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતુ કે ઐતિહાસિક ભૂમિ મહેસાણાના આંગણે મંગલકારી ઉત્સવ ઉજવાયો છે,તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના દરેક સમાજનો સર્વાંગિ વિકાસ થાય તે હેતુથી સરકાર સમાજ સાથે ખભે ખભા મીલાવીને આગળ ચાલી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દેશના સબળ નેતૃત્વ નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં સૌના સાથ અને સૌના સહિયારા પ્રયાસથી આજે ગુજરાત આગળ વધી રહ્યુ છે.
આપણે અમૃત કાળમાં પ્રવેશ કર્યો છે ત્યારે સૌ સાથે મળીને નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત માટે ગુજરાતને વિકસતી બનાવીએ તેમ પણ તેમણે જણાવ્યું હતું,.
મુખ્યમંત્રીશ્રીએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી સમાજ કલ્યાણ યોજનાઓની માહિતી આપી હતી,
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતુ કે મુખ્યમંત્રીશ્રીએ જનજનની ચિંતા કરી છે.,તેમણે સામાન્ય માણસની પીડા સમજી તેને દુર કરવાનો પ્રયત્નો કર્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે સમાજના વિકાસ માટે તમામ ક્ષેત્રમાં પ્રગતિ હોવી જરૂરી છે ત્યારે ઠાકોર સમાજ આજે કુરીવાજાે અને વ્યસનોથી દુર જઇ અન્ય સમાજની હરોળમાં વિકાસના ડગ માંડી રહ્યો છે.
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની પ્રગતિ થકી રાષ્ટ્રની પ્રગતિ થઇ રહી છે. પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રીની કાર્યશૈલીથી આજે તમામ સમાજનો વિકાસ થઇ રહ્યો છે.
સમૂહ લગ્ન મહોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીનું શાલ,મોમેન્ટો,સાફો અને તલવારથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ સામાજિક અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે સાંસદશ્રી શારદાબહેન પટેલ, ધારાસભ્ય સર્વશ્રી મુકેશભાઇ પટેલ, ધવલસિંહ,પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, પુર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ,જિલ્લા કલેકટર એમ નાગરાજન,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,એ.પી.એમ.સી ઊંઝાના ચેરમેન દિનેશ પટેલ, નગરપાલિકા મહેસાણા પ્રમુખ વર્ષાબહેન પટેલ,અગ્રણી ગીરીશ રાજગોર, મયંક નાયક,ઠાકોર સમાજના અગ્રણી પંકજસિંહ, જયસિંહ, જવાનજી ઠાકોર, મનોજસિંહ, સમાજ ટીમ, સમાજના અગ્રણીઓ,દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.