-
શોભાસણ રોડ આવેલ સાહિલ સોસાયટીમાં એક્ટિવાની ચોરી કરી હતી
-
એલસીબીએ ૯૩ હજારના એક્ટિવા કબજે કરી વધુ તપાસ હાથ ધરી
-
આરોપીને રામપુરા સર્કલ પાસેથી પોલીસે દબોચી લીધો
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
મહેસાણા તાલુકા પોલીસ મથકમાં બે માસ અગાઉ એક્ટિવા ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.જે કેસમાં મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમને ખાનગી રાહે બાતમી મળતા ચોર ને મહેસાણાના રામપુરા સર્કલ પાસે ઝડપી લીધો હતો.
મહેસાણા એલસીબી સ્ટાફ પેટ્રોલિંગ પર હતો એ દરમિયાન ASI અનિલભાઈ અને HC હેમેન્દ્રસિંહ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે GJ24AR7701 નમ્બર નું એક્ટિવા લઈ એક ઈસમ ગોઝારીયાથી મહેસાણા થઈ ઉનાવા તરફ જવાનો છે. બાતમી આધારે મહેસાણા એલસીબી ટિમ રામપુરા સર્કલ પર વોચ ગોઠવી હતી. જ્યાં એક્ટિવા આવતા જ ચાલક ને ઝડપી લીધો હતો. પોલીસે કડીના સિંધીવાડા ખાતે રહેતા ઈમ્તિયાઝ રસુલભાઈ કુરેશી નામના ચોરને ઝડપી લીધો હતો.
ઝડપાયેલા ચોરે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે બે માસ અગાઉ રાતના સમયે મહેસાણાના શોભાસણ રોડ પર આવેલ સાહિલ સોસાયટીમાંથી એક્ટિવા ચોરી કરી હતી. એલસીબીએ હાલમાં ૯૩ હજાર કિંમતનું એક્ટિવા કબ્જે કરી આરોપીને ઝડપી વધુ તપાસ માટે મહેસાણા તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.