13.6 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
Breaking Newsગુજરાત

મહેસાણામાં બાબા સાહેબની પ્રતિમાને હાર પહેરાવી ઉજવણી કરાઈ; ‘જય ભીમ…બાબા સાહેબ અમર રહો’ના નારા ઉચ્ચાર્યા

(પ્ર.ન્યુ.સ) મહેસાણા
મહેસાણા જિલ્લામાં સહિત શહેરમાં પણ બાબાસાહેબ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતિ નિમિત્તે રેલી યોજી તેમની પ્રતિમાને પુષ્પાજલિ અર્પણ કરવમાં આવી હતી. ભારતના બંધારણના ઘડવૈયા અને દલિત સમાજના પ્રણેતા દેશમાં મહત્વનું યોગદાન પ્રદાન કરનાર બાબા સાહેબ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઠેર ઠેર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને દેશ માટે આપેલા તેમના પ્રદાનને યાદ કરી તેમની યશગાથા વર્ણવામાં આવી હતી. આ પ્રસંગે ઠેર ઠેર બાબા આંબેડકર સાહેબના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મહેસાણા શહેર અને જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પ્રસંગે મહેસાણા દલિત સમાજના આગેવાનો દ્વારા દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે સમગ્ર મહેસાણા શહેરમાં બાઇક સવારીમાં નીકળી હતી. જ્યારે મહેસાણા શહેરમાં આવેલી તમામ બાબા સાહેબ આંબડેકરની પ્રતિમાની સાફ સફાઇ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આાવી હતી.
બંધારણના ઘડવૈયા, દલિતોના મસીહા અને માનવ અધિકાર આંદોલનના મહાન વિદ્વાન બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ દર વર્ષે ૧૪ એપ્રિલે ઉજવવામાં આવે છે. ડૉ. આંબેડકરની જન્મજયંતિ પર, જન કલ્યાણમાં તેમના અભૂતપૂર્વ યોગદાનને યાદ કરવામાં આવે છે. તેઓ બાળપણથી જ સામાજિક ભેદભાવનો શિકાર હતા. આ જ કારણ હતું કે સમાજ સુધારક બાબા ભીમરાવ આંબેડકર જીવનભર કમજાેર લોકોના અધિકારો માટે લડ્યા. આ વર્ષે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.
ડૉ. ભીમરાવ આંબેડકરે પોતાનું આખું જીવન નબળા અને પછાત વર્ગને સમાન અધિકારો આપવા, જાતિ પ્રથાનો સખત વિરોધ કરીને સમાજમાં સુધારા લાવવા માટે સમર્પિત કર્યું. આ જ કારણ છે કે બાબા સાહેબની જન્મજયંતિને ભારતમાં સમાનતા દિવસ અને જ્ઞાતિ ભેદભાવ અને દમન જેવા સામાજિક દુષણો સામે લડવા માટે જ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે જાતિ પ્રથાનો સખત વિરોધ કરીને સમાજને સુધારવાનું કામ કર્યું છે.
૧૪ એપ્રિલ ૧૯૮૧ના રોજ, મધ્ય પ્રદેશના મહુમાં, રામજી માલોજી સકપાલ અને ભીમાબાઈએ તેમના સૌથી નાના બાળકને જન્મ આપ્યો, જેનું નામ ભીવા રામજી આંબેડકર હતું. બાબાસાહેબ તરીકે ઓળખાતા, આંબેડકર ૧૪ ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. ડૉ. આંબેડકર અસ્પૃશ્ય ગણાતી મહાર જાતિના હતા. આવી સ્થિતિમાં તેમણે બાળપણથી જ ભેદભાવ અને સામાજિક વિમુખતામાંથી પસાર થવું પડ્યું હતું.

Related posts

મહેસાણા એલસીબીએ સ્કોર્પિયો કારમાંથી વિદેશી શરાબનો જથ્થો ઝડપ્યો

Prajashahi

મહેસાણા એલસીબીએ આ ચોરીને અંજામ આપનાર ટોળકીને ઝડપી લીધી

Prajashahi

મહેસાણાના પાલાવાસણા ગામમાં પદાધિકારીઓ અને આગેવાનોના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારતના સંકલ્પ લીધા

Prajashahi