- બલોલ પાસે કાર ચાલકે બાઈક સવાર યુવકોને અડફેટે લીધા, ૩ને ગંભીર ઇજા
- ત્રણ યુવકને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં
- સાંથલ પોલીસમાં ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાઇ
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
મહેસાણા નજીક આવેલા બલોલ રોડ પર નોકરી જવા નીકળેલા ત્રણ મિત્રોને અકસ્માત નડ્યો હતો. ગાડી ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક પર સવાર ત્રણ યુવકને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. હાલમાં સાંથલ પોલીસમાં ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.
સાંથલ ખાતે રહેતા વિષ્ણુજી ઠાકોર પોતાના ય્ત્ન૨મ્ઝ્ર૫૨૩૦ નમ્બરના બાઈક પર મિત્ર રોહિત ઠાકોર અને મોહિત ઝાલા સાથે નોકરી જતા હતા. એ દરમિયાન બલોલ રોડ પર આવેલા ઝ્રદ્ગય્ પમ્પ પાસે ય્ત્ન૨છસ્૬૧૬૬ના ગાડી ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમા બાઈક પર સવાર ત્રણ યુવકો રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થઈ હતી. બાદમાં ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી.ઇજાગ્રસ્ત યુવકોને મહેસાણા લાયસન્સ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માત સર્જનાર ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો. જ્યાં સાંથલ પોલીસમાં ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાઇ હતી.