- અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી હતો વોન્ટેડ
- અમદાવાદમા દારૂના કેસમાં એક વર્ષથી ફરાર આરોપી કડીના બલાસરથી ઝડપાયો
- આરોપી ઠાકોર બળદેવજી રામાજીની ઝડપી લેવાયો
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
અમદાવાદ સહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી અંગેની બામતી મહેસાણા પેરોલ ફ્લો ટીમને મળતા ટીમે બામતી આધારે આરોપીને તેના ઘરેથી દબોચી લીધો હતો.બાદમાં ઘાટલોડિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
મહેસાણા પેરોલ ફ્લો ટીમના એ.એસ.આઈ નરેન્દ્રસિંહ અને હેડ કોન્સ્ટેબલ હર્ષદસિંહ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે અમદાવાદ સહેરમાં આવેલા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી ઠાકોર બળદેવજી રામાજી કડી તાલુકાના બલાસર ગામે પોતાના ઘરે હાજર છે.
બામતી મળતા મહેસાણા પેરોલ ફ્લો ટીમ આરોપીના ઘરે જઈને ઠાકોર બળદેવજીને ઝડપી સી.આર.પી.સી.કલમ ૪૧ (૧) મુજબ અટક કરી મહેસાણા શહેર એ ડિવિઝનમાં આરોપીની નોંધ કરાવ્યા બાદ ઘાટલોડિયા પોલીસને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો હતો.