(પ્ર.ન્યુ.સ) મહેસાણા
જેમાં માનનીય કલેકટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર ઓમ પ્રકાશ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રહલાદ પરમાર મહેસાણાના એમએલએ શ્રી મુકેશભાઈ પટેલે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
જેમાં મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકા માંથી આરબી એસ કે ટીમના ડોક્ટરો દ્વારા બાળકો કેમ્પમાં લાવવામાં આવ્યા હતા.જેમાં લાભાર્થીનું જનરલ હોસ્પિટલ મહેસાણાના નિષ્ણાંત તબીબો અને સિવિલ સ્ટાફ અને ડી ઇ આઈ સી સ્ટાફ દ્વારા સ્ક્રિનિંગ એચબીએવનસી જેવા ટેસ્ટ અને ડોક્ટર વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇન્સ્યુલિનનું વિતરણ કરવામાં આવ્યું.
હાલમાં કુલ ૧૫૫ બાળકો મહેસાણા જિલ્લામાં જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત છે.
જેમાં આરબીએસકે કાર્યક્રમ અંતર્ગત આ બાળકોનું રૂટિન ઇન્સ્યુલિન વિના મૂલ્ય મળી રહે અને દર ત્રણ મહિને જરૂરી લેબોરેટરી ટેસ્ટ દ્વારા ફોલો અપ કરવાનું આયોજન માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કરવા જઈ રહ્યા છે.આજના મહેસાણા સિવિલ ખાતે ના કેમ્પમાં કુલ ૬૪ જુવે નાઇલ ડાયાબિટીસથી પીડિત બાળકો એ કેમ્પનો લાભ લીધો.
જેમાં ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન ચેર સાઉથ ઇસ્ટ એશિયા ડોક્ટર બંસી ભાઈ સાબુ ની ટીમ દ્વારા સેવા આપવામાં આવી.
ડોક્ટર વાસુદેવ રાવલ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ડોક્ટર સ્મિતા રાવલ દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિસ પાંચ લાભાર્થીઓને ગ્લુકોમીટર નું વિતરણ કરવામાં આવ્યું અને બાળકોને ફ્રીમાં ઇન્સ્યુલિન નો વાયલ આપવામાં આવ્યો.
આજના કેમ્પમાં અપ્થેલ મુ મલોજિસ્ટ દ્વારા આંખની તપાસ દરમિયાન તેર બાળકો રિફેકટીવ એરર ના મળી આવ્યા જેને નજીકના સરકારી દવાખાન ખાતેથી ફ્રીમાં વિનામૂલ્ય ચશ્મા આપવામાં આવશે અને એક બાળક જન્મજાત મોતિયા સાથે મળી આવ્યું અને એક બાળક ડાયાબીટીક રટાઈનો પી થી સાથે નિદાન થયું.