- જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ૧૧ઃ૪૫ પછી ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહી.
- ઉમેદવાર પરીક્ષા ખંડમાં પ્રવેશપત્ર, પેન અને ઓળખના પુરાવા સિવાય કોઇપણ ચીજ સાથે રાખી શકશે નહી.
- મહેસાણા જિલ્લાના કુલ ૧૭૬ કેન્દ્રો,૧૮૭૮ વર્ગ ખંડોમાં ૫૬૩૪૦ ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે
- ઇલેક્ટ્રોનિક ગેઝેટ પરીક્ષા ખંડમાં લઇ જવાના નથી. માત્ર સાદી ઘડીયાળ જ વર્ગ ખંડમાં લઇ જઇ શકાશે
- લેન્ડ લાઇન નંબર ૦૨૭૬૨-૨૨૧૮૬૬ ઉપર ફોન કરી ઉમેદવારો માર્ગદર્શન મેળવી શકશે
(પ્ર.ન્યુ.સ) મહેસાણા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા.૯ એપ્રિલ ને રવિવારે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા ઉમેદવારો નિશ્ચિંત બની આપી શકે એ માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. તે દિવસે પરીક્ષાર્થીઓ ૧૧ઃ૪૫ વાગ્યા સુધીમાં વર્ગ ખંડમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવા કલેક્ટર શ્રી એમ નાગરાજને જણાવ્યું છે.
જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં ૦૯ એપ્રિલના રોજ ૧૭૬ પરીક્ષા કેન્દ્રોના ૧૮૭૮ વર્ગખોંમાં ૫૬,૩૪૦ ઉમેદવારો પરીક્ષા આપનાર છે ,
જે માટે ૪૮ રૂટ નક્કી કરવામાં આવેલ છે, તેમજ રાજ્યમાં કુલ ૯,૫૩,૯૨૩ પરીક્ષાર્થીઓ છે.
મહેસાણા જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રોને સીસી ટીવી કેમેરાથી સજ્જ કરાયા છે. તેમજ પરીક્ષાલક્ષી સાહિત્ય સુરક્ષિત રીતે રાજ્ય સ્ટ્રોંગરૂમથી પહોંચે તેમજ સ્ટ્રોંગરૂમાં પરત કરવા માટે માટે ખાસ સુરક્ષિત આયોજન કરાયુ છે તેમ જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું
જિલ્લા કલેકટર એમ નાગરાજને ઉમેર્યું હતુ કે જિલ્લા સ્ટ્રોંગરૂમ, પરીક્ષા કેન્દ્રો, રૂટ સુપરવાઇઝર તેમજ ફ્લાઇંગ સ્કવોડની સાથે પૂરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ પરીક્ષા ખંડમાં લઇ જવાના નથી. માત્ર સાદી ઘડીયાળ જ વર્ગ ખંડમાં લઇ જઇ શકાશે. કોલ લેટર અને સરકાર માન્ય ઓળખપત્રના આધારે કેન્દ્રની અંદર પ્રવેશ મળશે. પરીક્ષાર્થી ૧૧-૪૫ વાગ્યા સુધીમાં પોતાની બેઠક લઇ લે તે જરૂરી છે. એ બાદ કોઇને પણ પ્રવેશ આપવામાં નહીં આવે. તેની ઉમેદવારોએ નોંધ લેવા કલેકટર એમ. નાગરાજને જણાવ્યું છે.
શાળા દીઠ એક કેન્દ્ર સંચાલક, વર્ગ ખંડ દીઠ એક ઇન્વિઝીલેટર અને ત્રણ અથવા ચાર વર્ગ ખંડ દીઠ એક સુપરવાઇઝર ઉપરાંત એક બોર્ડ પ્રતિનિધિ ફરજ બજાવશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૪૮ રૂટ સુપરવાઇઝર, ની પણ નિયુક્તિ કરવામાં આવી છે.
સમગ્ર પરીક્ષા પ્રક્રીયાનું સીસીટીવી દ્વારા નિરીક્ષણ, ફ્લાઇંગ સ્ક્વોર્ડ ઉપરાંત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ મોનિટરિંગ કરવાના છે. ઉમેદવારોના માર્ગદર્શન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. લેન્ડ લાઇન નંબર ૦૨૭૬૨-૨૨૧૮૬૬ ઉપર ફોન કરી ઉમેદવારો માર્ગદર્શન મેળવી શકાશે તેમ જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું. પરીક્ષાર્થીઓ કોવિડની માર્ગદર્શિકાના પાલન સાથે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક ૨૦૨૩ અંતર્ગત પરીક્ષા સંબધી ગેરરીતીના કિસ્સામાં ૧૦ વર્ષની કેદની સજા તેમજ ૦૧ કરોડ સુધીની દંડની જાેગવાઇ છે જે બાબતે ઉમદવારોને અવગત કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.
મહેસાણા જિલ્લામાં પરીક્ષા આપવા આવતા તમામ ઉમેદવારો નિશ્ચિંત અને નિર્ભિક બનીને પરીક્ષા આપે તેવી અપીલ કરતા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ સફળતા માટેની શુભકામનાઓ પણ આપી છે.
આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી પદમીન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.