13.6 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
Breaking Newsગુજરાતરાજકારણ

મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીના ૪૪માં સ્થાપના દિવસની ઉજવણી

  • જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોરના હસ્તે કમલમ્‌ ખાતે ધ્વજારોહણ કરાયું
  • અનેક આગેવાનો, કાર્યકર્તાઓએ પોતાનુ બલિદાન અને યોગદાન આપી પાર્ટીને મોટું વટ વૃક્ષ બનાવ્યું છે
  • સૌ કાર્યકર્તાઓએ એક ટીમવર્ક તરીકે આવનારી ચૂંટણીમાં કામ કરવાનું છે ઃ ગિરીશ રાજગોર

(પ્ર.ન્યુ.સ) મહેસાણા
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની મોટામાં મોટી પાર્ટીનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અનેક આગેવાનો, કાર્યકર્તાઓએ પોતાનો બલિદાન અને યોગદાન આપી આજે ભારતીય જનતા પાર્ટીને મોટું વટ વૃક્ષ બનાવ્યું છે ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટીના ૪૪મા સ્થાપના દિનની ઉજવણી જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોરના હસ્તે જિલ્લા ભાજપ કમલમ ખાતે ધ્વજારોહણ કરીને કરી હતી.
કમલમ કાર્યાલય ખાતે અનેક આગેવાનોને કાર્યકર્તાઓ વચ્ચે ગીરીશ રાજગોરે કેક કાપી સૌનું મોં મીઠું કરાવી આતિશબાજીથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડડ્ડા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના ૪૪ માં સ્થાપના દિન પ્રસંગે સૌ કાર્યકર્તાઓને ભ્રષ્ટાચાર અને પરિવારવાદ સામે લડી રાષ્ટ્રીય ભાવના સાથે લોકોના મન પણ જીતવાની વાત કરી હતી.
ત્યારબાદ મહેસાણા જિલ્લા પ્રમુખ ગીરીશ રાજગોરે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આપણે સૌ કાર્યકર્તાઓએ એક ટીમવર્ક તરીકે કામ કરી પાર્ટીને મજબૂત કરવાની છે અને આગામી સમયમાં વિપક્ષમાં કોઈપણ પાર્ટી હોય તેની આવનારી ચૂંટણીમાં ડિપોઝિટિ જપ્ત થાય તે પ્રકારની બૂથ લેવલની કામગીરી કરી પાર્ટીને વધુ મજબૂત કરવા આહવાન કર્યું હતું.
આજના આ સ્થાપના દિન નિમિત્તે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયકની ઉપસ્થિતિમાં સૌપ્રથમવાર જિલ્લામાં રહેતા જનસંઘ વખતથી કામ કરતા આગેવાન અને કાર્યકર્તાઓનું સોમનાથદાદાની તસ્વીર, ખેસ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આજના સ્થાપના દિન પ્રસંગે ઊંઝાથી નારણ કાકા, પૂર્વ જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ અંબાલાલભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી શૈલેષ પટેલ અને ભગાજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ સાથે જિલ્લાના અનેક હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ડાયાબિટીસથી પીડિત બાળકો માટે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે મહેસાણા સિવિલ ખાતે કેમ્પનું આયોજન

Prajashahi

મહેસાણામાં શાકભાજીના ભાવવધારા મુદે કોંગ્રેસ આક્રમક મૂડમાં

Prajashahi

મહેસાણાના બલોલ નજીક નોકરીએ જતા મિત્રોનો અકસ્માત

Prajashahi