- ૧૦૧૧ કુંડાત્મક મહાયજ્ઞ,શિવ પુરાણ કથા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો ત્રિવેણી સંગમ
- શ્રી કાશીધામ કાહવા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા
- શ્રી કાશીધામ કાહવા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રીશ્રી એ કાશીધામના દર્શન કરીને ધન્યતા અનુભવી - મુખ્યમંત્રીશ્રીનું સોના ચાંદીની પાઘડી દ્વારા સન્માન કરાયું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- ઉન્નત ગુજરાતના વિકાસ થકી માં ભારતીને જગતગુરુ બનાવવા સમર્પિત રાજ્ય સરકાર ભારતની પ્રાચીન આધ્યાત્મિકતા પડકાર જનક પરિસ્થિતિમાં સામાજિક ચેતનાનું કેન્દ્ર રહી છે
(પ્ર.ન્યુ.સ) મહેસાણાકાશીથી કાંસવા-જીવમાં શિવના દર્શનએ આપણી સંસ્કૃતિ છે,એમ મુખ્યમંત્રીશ્રીએ આજે કડીના કાહવા ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૦૧૧ મહા કુંડા ત્મક મહાયજ્ઞ અને શિવ પુરાણ એવા ત્રિવિધ ધાર્મિક મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી જણાવ્યું હતું.આ રાજકીય સન્માન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનું ૧૦૦૮ પરમવંદનીય કડી રાજા બાપુ અને પિઠાધિશ્વર ૧૦૦૮ કનીરામદાસજી મહારાજે સોના અને ચાંદીથી મઢેલી પાઘડી તથા મોમેન્ટો તેમજ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.આ ધાર્મિક પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,કાશીથી કાંસવા સુધી પહોંચેલી પ્રાચીન યાત્રાનું મહત્વ હતું એટલે જ કાંસવાને કાંશી કાંસવાનું ઉપનામ પ્રાપ્ત થયું છે. મુખ્યમંત્રીશ્રીએ આ પવિત્ર સ્થળે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમણે એ પણ ઉમેર્યું કે,શિવથી જીવ સેવા એ આપણી હિન્દુ સંસ્કૃતિ રહી છે.ઉન્નત ગુજરાતના વિકાસ થકી માં ભારતી ને જગત ગુરુ બનાવા રાજ્ય સરકાર સમર્પિત છે મુખ્યમંત્રીએ પણ જણાવ્યું કે,ધાર્મિક,શિક્ષણ અને સદાવ્રત થકી સમાજ સેવાને ઉજાગર કરવી એ આપણી સંસ્કૃતિ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવા સામાજિક,ધાર્મિક અને શૈક્ષણિક કરુણાનું સભરતા સમાજમાં ઉજળા કાર્યક્રમો રાજ્ય સરકાર સતત કરતી રહી છે અને એટલે જ ભારતની પ્રાચીન આધ્યાત્મિકતા પડકાર જનક પરિસ્થિતિમાં સામાજિક ચેતનાનું કેન્દ્ર રહી છે.વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી એ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે શ્રી ગોગા બાપાના પ્રતિષ્ઠા મહોત્સવ ની જગ્યાએ રોટલો અને સેવાનો યજ્ઞ અવિરત ચાલે છે રાજાબાપા અને ભુવાજી ની આગેવાનીમાં શિક્ષણ અને સેવાનું કામ તો ચાલે જ છે સાથે સાથે કોરોના અને લમ્પી વાયરસમાં ગૌમાતાની અને સૌની તમામ સેવાઓ માટે અહીં દ્વાર ખુલ્લા મુકાયા હતા .રાજ્ય સરકારમાં ગૌમાતા અને ગૌસેવા માટે પણ વિશેષ બજેટ મંજૂર થયા છે જે પ્રજા વત્સલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સંવેનશીલતાની છે. મહેસાણામાં વડવાળા અને કાશીધામ કાહવા પ્રજાકીય સેવાઓ કરે છે અને હંમેશા કરતું રહેશે એ માટે ગોગા મહારાજને સેવાભાવના આપણે વંદન કરીએ તેમ જણાવ્યું હતુંઆ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે,હિન્દુ ધર્મએ આસ્થા-શ્રધ્ધાનું કેન્દ્ર બિંદુ છે.મહાયજ્ઞોથી પવિત્રતાનું વાતાવરણ સનાતન હિન્દુ ધર્મને આપણા સંતો હંમેશા ઉજાગર કરતા રહ્યા છે.રાજ્ય સરકાર પણ વિશ્વમાં ગુજરાતના ધાર્મિક આસ્થાના કેન્દ્રોને ઓળખ આપવા કટિબદ્ધ છે.આ અવસરે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે,અનેક શ્રધ્ધાળુઓ ગુજરાત ભરમાંથી આવીને ગોગા મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. તેમણે ઉમર્યું હતું કે,કાંસવા ધાર્મિક પૌરાંણિક ધામ છે.આસ્થાનું પ્રતિક એવું આ ધામ એ માત્ર એક સમાજનું જ નહિ પણ સનાતન હિન્દુની સેવા જ્યોતનો કાર્યક્રમ છે.આ ધામે કોરોના સમયમાં સેવા,સારવાર કરી છે.શ્રી કાશીધામ કાહવા ખાતે મુખ્યમંત્રીશ્રી નું સોના,ચાંદી ની પાઘડીથી વિશેષ સન્માન કરાયું હતું.આ ઉપરાંત મંત્રીશ્રીઓ તેમજ મહાનુભાવોનું ભાવપૂર્વક વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી સાત દિવસ ચાલનારા કાશીધામ કાહવા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ ૩૧ માર્ચે થયો હતો અને ૬ એપ્રિલે પૂર્ણાહૂતિ કરાશે.આ પ્રસંગે રબારી સમાજના મોભી ધર્મરત્ન ભુવાજી શ્રી રાજબાપા,પીઠાધિશ્વર શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી મહારાજ,સર્વે ધારાસભ્યશ્રી કરશનભાઈ સોલંકી,સરદારભાઈ ચૌધરી,માવજીભાઈ દેસાઈ,પૂર્વ ધારાસભ્યશ્રીઓ,દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી,જીલ્લા કલેકટર એમ.નાગરાજન,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલા ભક્તો,ગ્રામજનો વગેરે હાજર રહ્યા હતા.