- ત્રિ દિવસીય ચૈત્રી પૂનમનો મેળામાં માનવમહેરામણ ઉમટશે
- ચૈત્રી પૂનમના મેળામાં નાગરિકાનો સ્વાસ્થય અને સંરક્ષણની સલામતી માટે તંત્રની કટિબધ્ધતા
- વહીવટીતંત્ર યાત્રિકોને શાંતિ,સલામતી,રક્ષણ સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવા સજ્જ
- (પ્ર.ન્યુ.સ) મહેસાણા
મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે આજે ત્રિ દિવસીય ચૈત્રી પૂનમનો મેળાનો પ્રારંભ જિલ્લા કલેકટર એમ નાગરાજન, ધારાસભ્ય બેચરાજીસુખાજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યો હતો.આસ્થા,ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ બેચરાજીના મેળામાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.
આધશકિતપીઠોમાં જેનું અનેરૂ સ્થાન છે તેવા જગ પ્રસિઘ્ધ બહુચરાજી માતાજીના મંદિરના સાનિઘ્યે ચૈત્રી પુનમના પરંપરાગત મેળાનું અનેરૂ મહાત્મય છે. આ તીર્થધામમાં મેળાના દિવસોમાં સ્થાનિક ઉપરાંત અમદાવાદ, રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતમાંથી લાખો ભાવિકો માતાજીના દર્શનાર્થે ઉમટે છે.
ચુંવાળ પંથકમાં બહુચરાજી યાત્રાધામ વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ બની છે. યાત્રાધામ બહુચરાજીમાં મંગળવારથી ગુરૂવાર દરમિયાન ભરાનાર ચૈત્રી પૂનમના લોકમેળામાં લાખો શ્રધ્ધાળુઓ મા બહુચરના દર્શનાર્થે પધારતા હોય છે.. માઇભક્તોને દર્શન ઉપરાંત પીવાના પાણી, રહેવા, જમવા સહિતની કોઇપણ અગવડ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાઇ છે.મેળામાં શાંતિ,સલામતી જળવાઇ રહે તે ખાસ આયોજન કરાયું છે.
ચૈત્રી પુનમના મેળાનું વિશેષ મહત્વ રહેલું છે. ચુંવાળ પંથકમાં મા બાલાસુંદરીના દર્શનાર્થે લાખો ભક્તોનો ઘોડાપૂર આવે છે.ભક્તોની સુવિધા માટે સરકારશ્રી પ્રયત્નશીલ છે. મેળામાં યાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ સગવડો ઉપલ્બધ કરાવી છે.યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ જવાનો પણ ખડેપગે સેવાઆપી રહ્યા છે. ભક્તોની સુખસગવડ માટે વિવિધ કમીટીઓ અને ટ્રસ્ટીઓ કાર્યરત છે.
ચૈત્રી પુનમના મેળામાં ભાવિ ભક્તો મોટીસંખ્યામાં માં ના દર્શનનો લાભ લે છે.યાત્રિકોને સારી સુવિધા મળી રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરાયું છે.મેળા પૂનમ દરમિયાન નિશુલ્ક ભોજન,પીવાના પાણીની વ્યવસ્થા,ફોગીંગ, સહિતપાલખી પથ માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે. મેળામાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે પાલિકા દ્વારા ટીમ તૈયાર કરાઇ છે. ત્રિ દિવસીય મેળામાં યાત્રિકો માટે ખાસ સુવિધા કરાઇ છે.મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે મેળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.આ ઉપરાંત કંટ્રોલ કેન્દ્રો પણ શરૂ કરાયા છે.
મેળા દરમિયાન લોકોની આરોગ્યની સુખાકારી માટે આરોગ્ય તંત્ર ખડેપગે છે.મેળામાં મેડીકલ કેમ્પ,ચોવીસ કલાક મોબાઇલ યુનીટ પણ કાર્યરત કરાયા છે
જિલ્લા કલેકટર એમ નાગરાજનની અધ્યક્ષતામાં મેળામાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે ખાસ સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. ભાવિ ભક્તો મા બહુચરના સરળતાથી દર્શન કરી શકે તે માટે દર્શનની ખાસ વ્યવસ્થા કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ચૈત્રી પૂનમના મેળામાં લાખો શ્રધ્ધાળુઓ માના દર્શને આવતા હોય છે. આ મેળામાં વિવિધ સ્થળોથી પગપાળા સંધોનું પણ આગમન જાેવા મળે છે,જેના પગલે શ્રધ્ધાળુઓમાં પણ આનંદ અને ઉત્સાહ જાેવા મળ્યો છે.
મેળામાં ભક્તોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા,લાઉડ સ્પીકરો,વિવિધ સ્થળોએ છાંયા સહિત પીવાના પાણી તેમજ શૌચાલયની ખાસ વ્યસ્થા કરવામાં આવી છે.મેળામાં ભક્તોના મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયુ છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારો દ્વારા ભાવિ ભક્તોના મનોરંજન સાથે માની આરાધના કરવામાં આવશે
મેળાના ઉદ્ધાટન પ્રસંગે એ.પી.એમ.સી બેચરાજી ચેરમેન વિજયભાઈપટેલ,પ્રાન્ત અધિકારી કડી,મામલતદાર બેચરાજી સહિત બેચરાજી ટેમ્પલ ટ્રસ્ટના અધિકારીઓ,કર્મયોગીઓ તેમજ ભાવિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.