રૂપિયા ૩.૮૮ લાખનો જથ્થા સાથે કુલ રૂા.૩૯૩નો મુદામાલ પોલીસે કબજે લીધો મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો ઈન્ચાર્ન્જ પી.આઈ. જે.પી. રાવ વિદેશી દારૂના બુટલેગરોના શ્વાસ અદ્ધર કરી દીધા (પ્ર.ન્યુ.સ) મહેસાણા મહેસાણા એલસીબી ટીમ દ્વારા રોજબરોજ વિદશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. જેમાં આજે બહુચરાજીમાંથી પેટ્રોલીંગ દરમિયાન બહુચરાજી હાઇવે પ્રતાપપુરાના પાટીયા પાસે રહેલી ઓરડીમાંથી વિદેશી શરાબની પેટીઓ ભરેલો ૩.૮૮ લાખનો જથ્થા સાથે કુલ રૂા. ૩.૯૩ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના સીધા માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના ઇન્ચાર્જ પીઆઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ એલસીબીની ટીમના પીએસઆઇ એમ.ડી.ડાભી તથા રશમેન્દ્રસિિંહ, જયસિંહ લાલાજી સહિત સ્ટાફના માણસો બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન રશ્મેન્દ્રસિંહ અને જયસિંહને ખાનગી બાતમી મળી હતી કે, પટેલ ભીખાભાઇ નટવરભાઇ રહે. પ્રતાપનગર, બહુચરાજીવાળો શખ્સનો બહુચરાજી હાઇવે પ્રતાપનગરના પાટીયા પાસે આવેલી એક ઓરડીમાં વિદેશી શરાબનો જથ્થો ભરેલો છે જે બાતમીના આધારે પ્રતાપનગર પહોંચી માહિતી અનુસાર રહેલી ઓરડીમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી શરાબનો ૧૧૨ પેટી જથ્થો મળી આવ્યોં હતો જેની કિંમત ૩,૮૮,૪૧૬ સહિત કુલ ૩,૯૩,૪૧૬ રૂાની કિંમતના મુદ્દામાલ સાથે પટેલ ભીખાભાઇની અટકાયત કરી બહુચરાજી પોલીસને હવાલે કરી નંદુભા ઝાલા રહે રામપુરા તા. જાેટાણાવાળા શખ્સવિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.