13.6 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
Breaking Newsગુજરાતદેશ

મહેસાણામાં ભકતોને દર્શન આપવા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ નગરચર્યાએ નિકળશે

  • રથયાત્રાની તૈયારીઓને અપાયો આખરી ઓપ
  • શ્રી રામ સેવા સમિતિ દ્વારા પરંપરાગત હાથી,ઘોડા સાથે રથયાત્રા નિકળશે
  • રાજકીય નેતાઓ બપોરે ૧-૦૦ કલાકે લીલી ઝંડી આપી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે
  • (પ્ર.ન્યુ.સ) મહેસાણા
    શ્રી રામ સેવા સમિતિ મહેસાણા દ્વારા આગામી ૩૦-૩-૨૦૨૩ ગુરુવારના રોજ શ્રી રામના જન્મોત્સવ પ્રસંગે પરંપરાગત ૪૨મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા શહેરમાં ભગવાન શ્રી રામની નીકળનારી ભવ્ય શોભાયાત્રાની શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ ડો. જી.કે.પટેલ સહિત આગેવાનો અને રામ સેવકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ રથયાત્રાના પ્રસ્થાન સમારોહમાં અગ્રણી નેતાઓ, પૂજ્ય સાધુ સંતો અને અગ્રણી મહાનુભાવિો ઉપસ્થિત રહી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે.

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, લોકસભાના સાંસદ શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, મહામંત્રી ભાજપ ગુજરાત પ્રદેશના રજનીભાઇ પટેલ, તથા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. શ્રી રામ રથયાત્રાનું બપોરે ર વાગે તોરણવાલી માતાના ચોક ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવશે. મહેસાણા શહેરમાં ચાર દશકાથી નિરંતર પરંપરાગત રીતે શ્રી રામનવીમના પવિત્ર દિવસે પ્રભુ શ્રી રામચંદ્રજીની વિશાળ રથયાત્રા નીકળે છે.
મહેસાણામાં શ્રી રામ જન્મોત્સવ ની તડામાર તૈયારી સમગ્ર શહેરમાં ધજા પતાકા સાથે અંબાજી પરાનું રામ મંદિર લાઈટિંગથી શણગારવામાં આવશે. ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત, ઠંડાપીણા, શરબતો, પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આગામી તારીખ ૩૦ ના રોજ મર્યાદા પરૂષોત્તમ ભગવાન શ્રી રામ ના જન્મોત્સવની મહેસાણા શહેરમાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા નીકળશે. જેમાં રથ, ઘોડા, ઉટ ગાડી, શણગારેલા ટેકટરો, ગદા, ટોપ, ધનુષ્ય, વિવિધ વિસ્તારો માં ફ્લોટ બનાવવામા આવી રહ્યા છે. ઠેર ઠેર શોભાયાત્રાનું અબીલ ગુલાલ ફૂલ ચોખાથી સ્વાગત કરવામાં આવશે. શહેરના વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા ઠંડા પીણા, શરબતો, પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આ શોભાયાત્રાના દર્શન કરવા મહેસાણા તાલુકાના આસપાસના ગામોમાથી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેશે શોભાયાત્રા સાથે મોટી સંખ્યામાં પોલીસ, હોમગાર્ડના જવાનો બંદોબસ્ત રહેશે.

Related posts

ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ: પાટણનાં દ્વારકાધિશ મંદિરે દ્વિદિવસીય ધાર્મિક કાર્યક્રમોના પ્રારંભ સાથે વલ્લભ દ્રાર, ગૌવધૅન ગૌશાળા અને સિંહ સ્થાપનનું ઉદ્ઘાટન કરાયું

cradmin

ડો.શોભાનું હૃદયરોગથી મોત: રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજ પ્રોફેસરના મોત મામલે ફોરેન્સિક PMનું તારણ

cradmin

મહેસાણા એલ.સી.બી.એ દિવસે ભૂંડ પકડતી અને રાત્રે ચોરી કરતી ગેંગ પકડાઈ

Prajashahi