12.7 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
Breaking Newsગુજરાત

મહેસાણા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીનું જિલ્લા જેલમાં સર્ચ ઓપરેશન

(પ્ર.ન્યુ.સ) મહેસાણારાજ્યભરની જેલમાં ગતરાત્રે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે મહેસાણા જિલ્લા જેલમાં પણ પોલીસે ચેકીંગ કર્યું હતું. રાત્રે ૧૦ કલાકે મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી સહિતનો પોલીસ કાફલો મહેસાણા જિલ્લા જેલમાં ચેકિંગ માટે પહોંચ્યો હતો. જ્યાં ૧૨.૪૦ સુધી ચેકિંગ ચાલ્યું હતું. જેમાં કોઈપણ વાંધાજનક ચીજવસ્તુઓ સામે આવી ન હતી.મહેસાણા જિલ્લા જેલમાં કાલે રાત્રે જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી, DYSP એસઓજી, એલસીબી, ટ્રાફિક પોલીસ કર્મીઓ, કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓ કામે લાગ્યા હતા. જાેકે, ૩ કલાક બાદ જિલા પોલીસ વડા અચલ ત્યાગી રાત્રે ૧૨.૩૦ કલાકે જેલમાં ચેકિંગ પૂર્ણ કરી બહાર આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા દ્વારા હાલમાં કોઈ જ વિગતો આપવામાં આવી નથી. તેમજ જેલમાંથી કોઈ વાંધાજનક ચીજવસ્તુઓ ન મળી હોવાનું સામે આવ્યું છે. જિલ્લા પોલીસ વડા દ્વારા કાઈ પણ વિગતો આપ્યા વિના પરત ફર્યા હતા. ત્યારે મળતી માહિતી પ્રમાણે ગૃહમાં સમગ્ર રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

Related posts

IOCએ ગુજરાતના 35 CNG પંપ બંધ કર્યા: ડિલર્સ ફેડરેશન કહ્યું- અમારી જાણ બહાર પંપ બંધ કર્યા, સમાધાન નહીં આવે તો ગુજરાતના તમામ CNG પંપ અનિશ્ચિતકાળ માટે બંધ કરીશું

cradmin

મહેસાણા જિલ્લા કલેકટર એમ.નાગરાજનની અધ્યક્ષતામાં રવિવારે યોજાનારી પરીક્ષા માટે વહીવટીતંત્રની સજ્જતા

Prajashahi

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મીડીયા કર્મીઓનો સ્નેહ મિલન સમારોહ સાથે એન.ડી.પંડ્યાને બઢતી મળતાં શુભેચ્છા સમારોહ યોજાયો

Prajashahi