(પ્ર.ન્યુ.સ) મહેસાણા મહેસાણા એરપોર્ટ પર અગાઉ તાલીમ વિમાન ઉડાડવાની તાલીમ આપતી અમદાવાદની એરોનેટિક એવિએશન કંપનીએ મહેસાણા પાલિકામાં છેલ્લા ૧૫ એક વર્ષથી વેરો ભર્યો નહોતો જેથી અગાઉ પાલિકાએ વેરા વસુલાત કરવા માટે AAA કંપનીના મહેસાણા ખાતે આવેલા પ્લેન ગાડીઓ સહિત ની મિલકત સીલ મારી હતી જાેકે આખરે ભારે મથામણ બાદ આજે કંપનીએ મહેસાણા પાલિકામાં ૪ કરોડથી વધુનો વેરો ભર્યો હતો. અમદાવાદની એરોનેટિક એવિએશન કંપનીએ મહેસાણા પાલિકામાં વર્ષોથી વેરો ન ભરતા ૨૦૧૮માં મહેસાણા પાલિકાએ AAA કંપનીના ૪ વિમાન,૧ ગાડી,ઓફિસને સીલ મારી દીધા હતા ત્યારબાદ અનેકવાર પાલિકા દ્વારા નોટિસો આપ્યા બાદ પણ ૭,૬૮,૫૫,૫૦૮ વેરો ન ભરતા ૨૦૧૯મા હરાજી કરવામાં આવી જાેકે એ સમય દરમ્યાન કોઈ પણ એજન્સી ભાગ ન લેતા હરાજી ટળી હતી. કરોડોનો બાકી રહેલા વેરો ભરપાઈ ન કરતા ૨૦૧૫ની સલમા અમદાવાદની આ છછછ કંપનીએ મહેસાણા પાલિકાને ૩૦ લાખના ૭ ચેક પણ આપ્યા હતા જેમાંથી ચેક રિટર્ન થતા કોર્ટ કેસ પણ કરવામાં આવ્યા હતા ૧૫ વર્ષથી વેરો ન ભરનાર છછછ કંપનીને અગાઉ પાલિકામાં રહેલા પ્રમુખો અને ચીફ ઓફિસરો ભારે મથામણ કરી જાેકે AAA કંપનીએ વેરો ભર્યો નહોતો. મહેસાણા પાલિકાએ AAA કંપની ને અનેકવાર નોટિસો ફટકાર્યા બાદ આખરે હાલના પ્રમુખ વર્ષા બેન પટેલ પણ ૨ વર્ષમાં અનેકવાર નોટિસ આપ્યા બાદ આખરે AAA કંપનીને નોટિસ આપવામાં આવી જતી જેમાં જાે આ કંપની ૩૧ માર્ચ ૨૦૨૩ પહેલા વેરો ભરપાઈ કરે તો સરકારની યોજનાનો લાભ મળવા પાત્ર હતો જેથી કમ્પનીએ મહેસાણા પાલિકામાં આજે ૪ કરોડ ૬૮ લાખ ૯૪ હજાર ૨૯૯ રૂપિયા વેરો આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહન વળતર યોજના અંતર્ગત આજે ભરતા AAA કંપનીને ૨ કરોડ ૯૯ લાખ ૭૧ હજાર ૨૦૯ રૂપિયા પેનલ્ટી માફ કરવામાં આવી હતી. AAA કંપનીએ ૧૫ વર્ષથી કરોડોનો વેરો ભરપાઇ ન કરતા જેતે સમયે પાલિકાએ ૪ પ્લેન સહિતની મિલકત સીલ મારી હતી જાેકે આખરે મહેસાણા પાલિકાના પ્રમુખ કાર્યકારી પ્રમુખ કાનજી ભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન કૌશિક ભાઈ વ્યાસ એ કરેલ ભારે મહેનત બાદ કરોડોનો વેરો જમા થતા ત્યારબાદ આગામી સમયમાં લીગલ એડવાઇજરનો અભિપ્રાય લીધા બાદ સીલ ખોલી આપવામાં આવશે.