મહેસાણાના સોમનાથ રોડ ઉપર આવેલી કરિયાણાની એક દુકાનમાં વહેલી પરોઢે અંદાજે પાંચ વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી હતી. દુકાનમાં લાગેલી આગથી ધુમાડાના ગોટેગોટા ઉડતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને આગ ઓલવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે બનાવ અંગે પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પરંતુ દુકાનમાં રહેલો સરસામાન ખાખ થઈ જતા દસ લાખ રૂપિયા જેટલું નુકસાન થયાના અંદાજ લગાવવામાં આવ્યો છે. સંભવત શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેવું પ્રાથમિક તારણ પણ બહાર આવ્યું છે.
મહેસાણા શહેરના સોમનાથ રોડ ઉપર આવેલી શ્રી આદ્યશક્તિ પાર્લર એન્ડ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં આજે વહેલી પરોઠે અંદાજે 5:00 વાગ્યાના અરસામાં એકાએક આગ ભભૂકી ઉઠતા આસપાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. બનાવ સ્થળે આવેલા લોકોએ પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. કહેવાય છે કે આગે દુકાનમાં વી કરાર રૂપ ધારણ કરી લેતા મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર ફાઈટર મોકલીને આગ પર કાબુ મેળવી લીધો હતો. રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ પીએસઆઇ ની માલિકીની ગણાતી દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ આપવામાં આવ્યું છે. જોકે બનાવ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.