13.6 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
Breaking Newsગુજરાતરાજકારણ

મહેસાણાની જનતા ઉપર પાલિકાની કોરડો વિંઝવા તૈયારી ઃ ૩૦૦ ટકા વેરા વસૂલાતની વાતથી વિપક્ષ લાલઘૂમ

વિરોધ પક્ષના હોબાળા વચ્ચે ૭૮.૮૬ લાખના પુરાંતવાળુ બજેટ રજૂ કરાયું
રાજ્ય સરકારે પણ તમામ પાલિકા અને પંચાયતોને વેરા વધારાના આદેશ આપતાં શાસકોને પાંખો આવી
મહેસાણા પાલિકામાં રર૬ કરોડની આવક સામે રરપ કરોડનો તોતિંગ ખર્ચો કરવાનો અંદાજ મુકાયો
પાલિકાતંત્ર નાગરીકોની કમર ભાંગી નાંખતાં વેરાની મંજૂરી માટે પ્રાદેશિક કમિશ્નર પાસે જશે
પ્ર.ન્યુ.સ મહેસાણા
મહેસાણા નગરપાલિકાની બજેટની સાધારણ સભા મળી હતી. જેમાં વેરો વધારા પર ભાર મુકવામાં આવ્યો હતો અને 300 ટકા કરતાં પણ વધુ વેરો વધારો કરવાના પાલિિકાના એજન્ડા પર વિરોધ પક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને કાળા કપડા તથા બેનરો સાથે વેરા વધારાનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. અને આજના બજેટની મળેલી સાધારણ સભાના દિવસની કાળા દિવસ ગણાવ્યોં હતો. જો કે પાલિકાની આ બેઠકમાં વિરોધપક્ષના વિરોધ વચ્ચે 78.96 લાખની પુરાતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં 226 કરોડની આવક સામે 225 કરોડ રુપિયાના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો હતો. ત્યારે જનતા પર વેરા વધારાનો મોટા પ્રમાણમાં લાદવામાં આવનાર કરવેરા મામલે સત્તાધારી પક્ષે પ્રાદેશિક કમિશ્નર પાસે વેરો વધારવાના નિર્ણયની મહોર માટે મંજૂરી લેવામાં આવશે તો સાથે સાથે આગામી એક મહિના બાદ લોકોના વાંધા અરજી સૂચનોને ધ્યાનમાં લીધા બાદ નિર્ણય કરવામાં આવશે.
મહત્વની બાબત છે કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની તમામ પાલિકાઓને તેમજ પંચાયતોની આગામી સમયમાં વેરા વધારા માટે આદેશો આપી દીધા છે. છેલ્લા દાયકા ઉપરાંતના વધુ સમયથી વેરો વધારવામાં આવ્યો નથી જેને પગલે તમામ પાલિકા અને પંચાયતોને વેરા વધારા માટે સૂચનો આપી દેવામાં આવ્યાં છે જેને પગલે વેરામાં વધારો કરવામાં આવશે તેમાં કોઇ બેમત નથી પરંતુ જોવું રહ્યું કે, વેરો વધારા કેટલી ટકાવારીનો બોજ જનતા પર લાદવામાં આવે છે તે જોવું રહ્યું. એત્રે નોંધનીય બાબત છે કે રાજ્યની મહાનગરપાલિકાઓએ તો તાજતરમાં જનતા પર આવતાં તમામ ટેક્સમાં ધરખમ વધારો કરી દીધો છે. ત્યારે હવે પાલિકાઓને જનતા પર કેટલા પ્રમાણમાં બોજ લાદવામાં આવે છે તે પાલિકામાં મળનારી આગામી ખાસ બેઠકમાં નિર્ણય કરવામાં આવશે.
જ્યારે પાલિકામાં મળેલી બજેટની ખાસ બેઠકમાં વિરોધ પક્ષના આગેવાનોએ રજૂઆત કરી હતી કે,  300 ટકા કરતાં પણ વધુ માત્રામાં વેરો વધારા મુદ્દે જનતાના પરસેવાની કમાણી જે પ્રકારે લેવામાં આવે છે તે પ્રકારની સુવિધા આપવામાં પાલિકા સદંતર નિષ્ફળ નિવડી છે. શહેરની જનતાને ફલોરાઇડયુક્ત અને પુરતા પ્રમાણમાં  પાણી આપવામાં આવતું નથી. જ્યારે અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં શોભાના ગાંઠિયા બની છે. તો શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરો ઉભરાવવાની તેમજ ચોક અપ થવાની સમસ્યા પણ ઠેરની ઠેર છે ત્યારે જનતાની જે સુવિધાનો લાભ આપવામાં આવે છે તેમાં સદંતર બેદરકારી દાખવવામાં આવતી હોવા છતાં ધરખમ વેરા વધારાના આ એજન્ડાનો ભારે વિરોધ કર્યો હતો.

મહેસાણા નગરપાલિકા પ્રમુખ રહેશે કે જશે ? આજે ફેંસલો થશે | નવગુજરાત સમય

કારોબારી ચેરમેન કહ્યું હતું  કે, મહેસાણા પાલિકાના 23-24ના બજેટમાં વેરા વધારાની  જોગવાઇ કરવામાં આવી છે જેમાં આમ પ્રજાનો સૂચનોને ધ્યાનમાં લેવાયાં બાદ  આગામી સમયમાં કરવામાં આવનાર વેરા વધારા બાબતે પ્રાદેશિક કમિશ્નરની પણ મંજૂરી લેવામાં આવશે. જો કે બેઠકમાં હોટેલ લોજ,ફેકટરી, પાર્ટી પ્લોટ સિનેમા,એનો જે 5000 કર છે એનો 10,000 કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે સામાન્ય સફાઈ કર જેનો 100 રૂપિયા છે જેનો 400 રૂપિયા અને ડ્રેનેજ કર 200 રૂપિયા છે તેનો 450 રૂપિયા તેમજ કોમર્શિયલ  પાણી કર 1800 રૂપિયા છે તેનો 5400 કરવાનું નક્કી કરાયું છે.  અડધાનું કનેક્શન હોય એમાં 600 રૂપિયા હાલ કર છે અમે બોર્ડમાં 1800 રૂપિયા સુચવ્યો છે.જેના ઘરે કનેક્શન નથી અને પાણી ક્યાંક પીવે છે અગાઉ એનો 100 રૂપિયા કર જતો જેનો 200 કરવા જઇ રહ્યા છીએ.સામાન્ય દીવા બત્તી કર હાલમાં 100 રૂપિયા છે.હવે 300 કરવા જઇ રહ્યા છીએ.

Related posts

મહેસાણા એલસીબીએ બે મહિના પહેલા એક્ટિવા ચોરી કરી નાસી છૂટેલા આરોપીને ઝડપ્યો

Prajashahi

મહેસાણા સાંસદે જિલ્લાની ૪૧ પ્રાથમિક શાળાઓ માટે ૮૧ કોમ્પ્યુટર વિતરણ કર્યા

Prajashahi

લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણ માટેનો કાર્યક્રમ એટલે સ્વાગત કાર્યક્રમ

Prajashahi