13.6 C
New York
December 11, 2023
Praja Shahi
Breaking News
Breaking Newsગુજરાત

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા વડનગર ખાતે “કાવ્ય કળશ”નું આયોજન

વડનગરે વૈશ્વિક ફલક પર સ્થાન પ્રાપ્ત કર્યું છે.-પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઇ બેરા
ઐતિહાસિક નગરી વડનગર સાહિત્ય રસમાં તરબોળ બની

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા પૌરાણિક નગરી વડનગર ખાતે “કાવ્ય કળશ”નું આયોજન તાના-રીરી ગાર્ડન ખાતે કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આયોજનબદ્ધ પ્રયાસો થી પ્રયટકો ની પસંદગીમાં ગુજરાતે અગ્રીમ સ્થાન મેળવ્યું છે.

મંત્રીશ્રી એ ઉમેર્યું હતું કે ગુજરાતે અતિથિ દેવો ભવની ભાવના સ્વીકારી છે, જેના પગલે પ્રવાસીઓ માટે ગુજરાત સ્વર્ગ બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ઐતિહાસિક નગરી વડનગર આજે સરકારના પ્રયાસો થી વિકાસ નગર બન્યું છે..
મંત્રીશ્રી એ ઉમેર્યું હતું કે, સ્વદેશ દર્શન યોજના હેઠળ વડનગરમાં અનેક વિકાસના કામો થઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે ઐતિહાસિક સામાજિક અને સાંસ્કૃતિક નગરી વડનગર ઉર્જા નું કેન્દ્ર બન્યુ છે.
રાષ્ટ્રીય કવિઓના જાજરમાન કવિ સંમેલન માં વિશ્વવિખ્યાત કવિ ડોક્ટર કુમાર વિશ્વાસે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી રાષ્ટ્રનું નેતૃત્વ કરવા વાળા વડનગર શહેરને હું પ્રણામ કરું છું. તાના-રીરી જેવી મહાન સંગીતજ્ઞ બહેનોની ભૂમિ માં હું તીર્થ કરવા આવ્યો છું .
રાષ્ટ્રીય કવિઓના જાજરમાન કવિ સંમેલનમાં વિશ્વ વિખ્યાત ડો કુમાર વિશ્વાસ,રમેશ મુસ્કાન,દિનેશ બાવરા,સુદીપ ભોલા,ગોવિંદ રાઠી, કવિયત્રીડો સુમન દુબે અને કવિયત્રી કવિતા તિવારી સહિતના કવિઓ એ કવિતાઓની હેલી વરસાવી વડનગરની જનતાને સાહિત્યના રસમાં તરબોળ કર્યા હતા
કાર્યક્રમની પુર્ણાહુતી સુધી વડનગર વાસીઓ એ સાહિત્યનુ રસપાન કર્યું હતું કવિઓએ કવિતાની સુરાવલી રજૂ કરી હતી.વડનગર તાનારીરી ગાર્ડન ખાતે યોજાયેલ હિન્દી કવિઓનું કવિ સંમેલન અદભુત સફળતા સાથે પૂર્ણ થયું હતું.

Related posts

મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા બાઈક રેલી ૭ કિલોમીટર રાજમાર્ગો ઉપર ફરી લોકોમાં જાગૃતિના પ્રયાસો હાથ ધર્યા

Prajashahi

ઊંઝા એપીએમસી વિધાર્થીઓની વ્હારે ઃ નજીવા દરે ઉત્તમ ગુણવત્તા વાળા ચોપડા અને નોટબુકનું વિતરણ

Prajashahi

વિકાસની વાત: ભાવનગર જિલ્લો એક્સપોર્ટનું હબ બને તે માટે સૌરાષ્ટ્ર ચેમ્બર સરકારનાં વિવિધ વિભાગો સાથે પ્રયત્નશીલ: ચેમ્બર પ્રમુખ

cradmin