સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા
હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલા રામપુરા પાસે તસ્કરોએ ત્રાટકીને રાત્રી દરમિયાન ધનપુરા ફીડરનું વીજ ટ્રાન્સફોર્મર આખું ઉતારી લીધું હતું. ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી પ્લેટો અને ઓઈલ ચોરી કરી લઇ ગયા હતા. આ અંગે રામપુરાના ખેડૂતે કાણીયોલ યુજીવીસીએલ કચેરીમાં જાણ કરતા અધિકારીઓએ આવીને તપાસ કરી ગાંભોઈ પોલીસને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, રામપુરના ખેડૂત જીતેન્દ્ર પટેલના ખેતરમાં સવારે 8 વાગે લાઈટ આવતી હતી. પરંતુ લાઈટ આવી ન હતી. જેને લઈને તપાસ કરતા નજીકમાં આવેલા વીજ ડીપી પર તપાસ કરવા જતા જોયું તો વીજ ડીપી થાંભલા પરથી નીચે ઉતારેલી પડી હતી. તોડી તેમાંથી ઓઈલ અને પ્લેટો ગાયબ હતી. આજુબાજુ સામાન અસ્ત વ્યસ્ત પડ્યું હતું. જેને લઈને લાઈટ બંધ હતી. તેથી ખેડૂત જીતેન્દ્ર પટેલે કાણીયોલ યુજીવીસીએલમાં જાણ કરી હતી. ઘટનાની જાણ થતા યુજીવીસીએલ કચેરીના અધિકારીઓ આવ્યા હતા. તપાસ કરી ગાંભોઈ પોલીસને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે…