Gujarati NewsLocalGujaratAhmedabadDealers Federation Said Pumps Were Closed Without Our Knowledge, If There Is No Settlement, We Will Close All CNG Pumps In Gujarat Indefinitely
અમદાવાદએક કલાક પહેલા
કૉપી લિંક
ફેડરેશન ઑફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઈન્ડિયન ઓઈલ કંપની (IOC) દ્વારા ગુજરાતના 35 સીએનજી પંપ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે. ફેડરેશનના જણાવ્યા મુજબ જે ડિલર્સના સીએનજી પંપ બંધ કરવામાં આવ્યા છે તેમને અગાઉ કોઈપણ નોટિસ આપવામાં નથી કે ના કોઈ જાણ કરવામાં આવી છે. IOC દ્વારા આ 35 પંપ પર મહિને 1 લાખ લિટરથી ઓછું પેટ્રોલ-ડિઝલનું વેચાણ થતું હોવાથી બંધ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે ડિલર્સ ફેડરેશને કહ્યું હતું કે જો સંતોષકારક જવાબ નહી મળે તો ગુજરાતના તમામ CNG પંપ અનિશ્ચિતકાળ માટે બંધ કરીશું.
IOCએ ગેસ કંપનીઓ સીએનજી સપ્લાય બંધ કરવા કહ્યુંફેડરેશન ઑફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશને જણાવ્યું હતું કે, ઈન્ડિયન ઓઈલ કંપનીએ ગેસ કંપનીઓને સીધું લખી આપ્યું છે કે ગુજરાત ગેસ, સાબરમતી ગેસ, અદાણી ગેસ વગેરે કંપનીઓ આ 35 સીએનજી પંપને સીએનજી સપ્લાય બંધ કરી દે. પરંતુ ફેડરેશનનો આરોપ છે કે તેમને આ વિશે ડિલર્સને જાણ પણ કરવામાં આવી નથી.
ડિલર્સે બેન્ક ગેરંટી આપવી પડશેફેડરેશનના જણાવ્યા મુજબ, ડિલર્સ ફેડરેશને ઓઈલ કંપનીને પંપ બંધ કરવા માટેનું કારણ પૂછ્યું હતું પણ કંપનીએ લેખિતમાં કોઈ જાણ કરી નહોતી. કંપનીએ કહ્યું હતું કે, ડિલર્સના પેટ્રોલ પંપે પેટ્રોલ-ડિઝલનું વેચાણ મહિને 1 લાખથી ઓછું છે તેથી તેને બંધ કરીએ છે અને આ માટે ડિલર્સે બેન્ક ગેરંટી પણ આપવી પડશે. ફેડરેશને જણાવ્યું હતું કે તેઓ સીએનજી પંપનું પેમેન્ટ બીજા જ દિવસે કરી દે છે એટલે તેમના 35 પંપમાંથી કંપનીને કોઈ રૂપિયા આપવાના બાકી રહેતા નથી.
10 વર્ષે કહેવામાં આવી રહ્યું છે કે બેન્ક ગેરંટી આપવી પડશેફેડરેશન જણાવ્યું હતું કે જ્યારે સીએનજીની ડીલરશીપ લીધી હતી ત્યારે તેઓને કહેવામાં આવ્યું હતું કે 1 લાખ લિટરથી ઓછું વેચાણ થશે તો તમારે બેન્ક ગેરંટી આપવી પડશે. આજે ઘણા પંપને 8-10 વર્ષ થઈ ગયા અને 10 વર્ષ પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે વિતરણ એક લાખ લિટરથી ઓછું છે એટલે બેન્ક ગેરંટી આપવી પડશે. આ સમગ્ર બાબતે ફેડરેશને આઈઓસી કંપનીના અધિકારી સાથે કરી હતી પરંતુ તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.
ડિલર્સ ફેડરેશનની દલીલડિલર્સ ફેડરેશનના જણાવ્યા મુજબ, આ પ્રકારનું પગલું માત્ર આઈઓસી કંપની તરફથી જ લેવામાં આવ્યું છે. અન્ય ઓઈલ કંપનીઓ ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા આવું કોઈ પગલું ભરવામાં આવ્યું નથી. આ પગલાના કારણે ઘણા સીએનજી ગ્રાહકોને સમસ્યા થઈ શકે છે. ફેડરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે કે ગ્રાહકોને તકલીફ ના પડે તે માટે પંપ ચાલું કરવામાં આવે પરંતુ તેમની આ માગ મંજૂર કરવામાં આવી નથી.
સંતોષકારક જવાબ નહી મળે તો તમામ CNG પંપ બંધ કરીશુંફેડરેશન આગામી 30 જાન્યુયારીએ સરકાર અને ઓઈલ કંપનીમાં આ સમસ્યાના સમાધાન માટે રજૂઆત કરશે. જો આ મુદ્દે કોઈ સંતોષકારક જવાબ નહી મળે તો ફેડરેશન ગુજરાતના તમામ સીએનજી ડિલર્સની એક જનરલ મીટિંગ બોલાવશે અને સરકાર અને ઓઈલ કંપનીને સાત દિવસની નોટિસ આપીશે. તેમ છતાં જો કોઈ પગલાં નહીં લેવામાં આવે તો ગુજરાતના તમામ સીએનજી સ્ટેશનો અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવશે તેમ ફેડરેશન દ્વારા જણાવવમાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે…